ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી રિજિજુ વિરૂદ્ઘ બોમ્બે હાઇકોર્ટમાં અરજી, પદ પરથી હટાવવાની માગણી
ન્યાયતંત્ર પર બંનેના તાજેતરના નિવેદનો ભારતના બંધારણમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે
શા માટે વારંવાર થઇ રહયા છે વિવાદ ?
વરિષ્ઠ વકીલ ચંદ્ર પ્રકાશ પાંડેનું કહેવું છે કે હાલમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ઘણી બાબતો પર દ્વંદ્વયુદ્ઘ ચાલી રહયું છે.એવું નથી કે આવું પહેલીવાર બન્યું છે. અગાઉની સરકારો સાથે પણ આવું થયું છે. જયારે બે બંધારણીય સત્તાઓ સામસામે આવી જાય છે ત્યારે આવો વિવાદ થવાનો જ છે.જો કે, બંને સંસ્થાઓ આ વિવાદો એકબીજા સાથે બેસીને ઉકેલી શકે છે.
શું ઉપરાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીને હટાવી શકાય, કોની પાસે સત્તા છે,શું છે પ્રક્રિયા? - ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ, તેમને હાઇકોર્ટમાંથી હટાવી શકાય નહી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડઅને કાયદામંત્રી કિરેન રિજિજુને હટાવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બંને પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર પર બંનેના તાજેતરના નિવેદનો ભારતના બંધારણમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. આ કિસ્સામાં, તેમને ગેરલાયક ઠેરવવા જોઇએ.
આ અરજી બાદ તમામ પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું હાઇકોર્ટ ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રીને હટાવવાનો આદેશ આપી શકે છે ? શું ખરેખર બંનેને દૂર કરી શકાય છે ? ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી હટાવવાની પ્રક્રિયા શું છે?
આ સમજવા માટે અમે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ચંદ્રપ્રકાશ પાંડે સાથે વાત કરી. તેમણે કહયું, ઉપરાષ્ટ્રપતિ એક બંધારણીય પદ છે. તે દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. ઉપરાષ્ટ્રપતિને હાઇકોર્ટમાંથી હટાવી શકાય નહી. સંસદમાં કોઇપણ રાજીકીય પક્ષના ૧૪ સભ્યો ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અગાઉથી સૂચના આપી શકે છે. આ પ્રસ્તાવ પર રાજયસભામાં ચર્ચા અને મતદાન કરવામાં આવે. જો તે ત્યાંથી પસાર થાય , તો આ પ્રસ્તાવ લોકસભામાં જશે. આવી જ પ્રક્રિયા ત્યાં પણ થાય. જો અહીંથી પણ દરખાસ્ત પસાર થાય તો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી મુકત કરવામાં આવે તેમ માનવામાં આવે છે.
પાંડે વધુમાં કહે છે કે ભારતની સર્વોચ્ચ અદાલત કલમ ૭૧(૧) હેઠળ ચૂંટણીમાં ગેરરીતિના આધારે અથવા કલમ ૭૧ (૩) મુજબ કોઇપણ કારણોસર ગેરલાયક ઠરવા પર ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકે છે.
જયારે, કાયદા પ્રધાનના કિસ્સામાં બંધારણ થોડું અલગ છે. આમાં રાષ્ટ્રપતિ કોઇપણ કેબિનેટ મંત્રીને જાતે જ હટાવી શકે છે. વડાપ્રધાનની સલાહ પર પણ કાયદા કે કોઇપણ મંત્રીને હટાવી શકાય છે. આ સિવાય જો મંત્રીને કોર્ટ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ તેમને તેમના પદ પરથી મુકત કરી શકાય છે.જો કે, હાઇકોર્ટના નિર્ણય બાદ મંત્રી પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનખડ અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરૂદ્ઘ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર પર બંનેના તાજેતરના નિવેદનો ભારતના બંધારણમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. આ કિસ્સામાં તેમને ગેરલાયક ઠેરવવા જોઇએ.
બોમ્બે લોયર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે હાઇકોર્ટ ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી રિજિજુ ને તેમની સત્તાવાર ફરજો નિભાવવાથી રોકે અને જાહેર કરો કે તેઓ બંનેને તેમના જાહેર વર્તન અને તેમના નિવેદનો દ્વારા ભારતના બંધારણમાં વિશ્વાસનો અભાવ દર્શાવીને તેમના બંધારણીય હોદ્દા પર રહેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.