Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
જામીન છતાં મુકિતમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટ કડક, શરતોમાં ફેરફાર પર વિચાર કરવા સૂચના
દોષિતને જામીન આપી અદાલત તે જ દિવસે અથવા બીજા દિવસે જેલ અધિક્ષક દ્વારા કેદીને ઓર્ડરની સોફટ કોપી ઇ-મેલ કરશે
03/02/2023 00:02 AM Send-Mail
રાષ્ટ્રપતિ મૂર્મુએ ભાવુક અપીલ કરી હતી
વાસ્તવમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ગત ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ પર આ મુદ્દે ભાવુક અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે કહયું હતું કે દેશની જામીન પર મુકત કરવાનો કોર્ટનો આદેશ છે, પરંતુ તેમની પાસે જામીનની રકમના પૈસા પણ નથી. આવી સ્થિતિમાં તેઓ જેલની બહાર આવી શકતા નથી. રાષ્ટ્રપતિ મૂર્મુએ કોર્ટ અને સરકારને આવા કેદીઓ માટે પગલા ભરવાની અપીલ કરી હતી.

જામીન મળવા છતાં નિર્ધારિત શરતો પૂરી ન કરી શકતા અંડરટ્રાયલ કેદીઓ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનું પગલું ભર્યુ છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાની ખંડપીઠે જામીન મળ્યા બાદ પણ જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીઓ અંગે જરૂરી સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે અન્ય અદાલતોને કહયું છે કે જો કેદીઓ એક મહિનાની અંદર બોન્ડ ન ભરે તો તેમની જામીનની શરતોમાં ફેરફાર કરવાનું વિચારે.

જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાની બેન્ચે અનેક નિર્દેશો આપતાં કહયું હતું કે એવા કેસમાં જયાં અંડરટ્રાયલ અથવા દોષિત વિનંતી કરે છે કે તે મુકત થયા પછી જામીન બોન્ડ અથવા જામીન રજૂ કરી શકે છે. આવા યોગ્ય કેસમાં, અદાલત આરોપીને ચોક્કસ સમયગાળા માટે કામચલાઉ જામીન આપવાનું વિચારી શકે છે જેથી કરીને તે જામીન બોન્ડ અથવા જામીન જમા કરાવી શકે.

ખંડપીઠે એ પણ નિર્દેશ આપ્યો હતો કે જો જામીન મંજૂર થયાની તારીખથી એક મહિનાની અંદર જામીન બોલ્ડ ચલાવવામાં નહીં આવે, તો સંબંધિત કોર્ટ આ બાબતનું સંજ્ઞાન લઇ શકે છે.આ સાથે, તે એ પણ વિચારી શકે છે કે શું જામીનનની શરતોમાં સુધારો કરવાની અથવા માફ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે અંડરટ્રાયલ કેદી અથવા દોષિતને જામીન આપી અદાલત તે જ દિવસે અથવા બીજા દિવસે જેલ અધિક્ષક દ્વારા કેદીને ઓર્ડરની સોફટ કોપી ઇ-મેલ કરશે. ઉપરાંત, જેલ અધિક્ષકે ઇ-મેલ સોફટવેર(અથવા જેલ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય કોઇ સોફટવેર)માં જામીન મંજૂર કરવાની તારીખ દાખલ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટેે એ પણ નિર્દેશ આપ્યો હતો કે જો આરોપીને જામીન મળ્યાની તારીખથી સાત દિવસની અંદર મુકત કરવામાં નહી આવે, તો તે જેલ અધિક્ષકની ફરજ છે કે તે સચિવ, ડીએલએસએને જાણ કરે. સચિવ ડીએલએસએ આરોપીની આર્થિક સ્થિતિની ખાતરી કરવા માટે પેરાલીગલ સ્વયંસેવકો અથવા જેલ વિઝિટિંગ એડવોકેટની મદદ લઇ શકે છે. જેથી કેદીને તેની મુકિત માટે શકય તમામ રીતે મદદ કરી શકાય.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં