ચીને પીએમ મોદી વિરૂદ્ઘ રચ્યું ષડયંત્ર ! વિવાદસ્પદ ડોકયુમેન્ટરી માટે બીબીસી અને હુઆવે વચ્ચે ડીલ
હુઆવે એ જ ચીની જાયન્ટ છે જેની કામગીરી પર યુએસ દ્વારા ૨૦૧૯માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
બીબીસી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ડોકયુમેન્ટ્રી બનાવીને તેમની છબી ખરાબ કરવાના પ્રયાસ પાછળ ચીનનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. આ માહિતી બ્રિટનના સાપ્તાહિક મેગેઝિન ધ સ્પેકટેટર દ્વારા તેના તાજા અંકમાં આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ચીનના કહેવા પર બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન બીબીસી અને ટેક જાયન્ટ ઋણ્ૂર્થ્ૌ વચ્ચે મોટી રકમ લઇને તેમના અંગત સ્વાર્થ માટે પીએમ મોદી વિરૂદ્ઘ પ્રચાર કરવા એક સમજૂતી થઇ છે.
બીબીસી અને ઋણ્ૂર્થ્ૌ વચ્ચેનો કરાર તાજેતરમાં વડાપ્રધાન મોદી પરની વાંધાજનક દસ્તાવેજી બે ભાગમાં પ્રસારિત થયા બાદ ચર્ચામાં આવ્યો છે. આને ચીન દ્વારા ભારતને કમજોર કરવાના ષડયંત્ર તરીકે જોવામાં આવી રહયું છે. ભારત સરકારે બીબીસી ડોકયુમેન્ટરીની સામગ્રી અને હેતુની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ તેને બીમાર માનસિકતાવાળો પ્રચાર ગણાવ્યો છે. રાજયસભાના સભ્ય મહેશ જેઠમલાણીએ કહયું કે હુઆવેના કહેવા પર મોદીની છબી ખરાબ કરવા માટે એક ડોકયુમેન્ટ્રી બનાવવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, બીબીસીએ આ સમજૂતી સરકાર તરફથી વધતા ખર્ચ અને સહાયમાં ઘટાડાને કારણે ઉભી થયેલી સ્થિતિને નિયંત્રિ કરવા માટે કરી છે. રિપોર્ટ અનુસાર સરકાર તરફથી મળેલી લાયસન્સ ફી અંગે શંકાના કારણે બીબીસી પણ મુશ્કેલીમાં છે. આ ડીલ હેઠળ બીબીસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ડોકયુમેન્ટ્રી બનાવીને તેમની છબી બગાડવાનો પ્રયાસ કર્યો છે. ઋણ્ૂર્થ્ૌ એ જ ચીની જાયન્ટ છે જેની કામગીરી પર યુએસ દ્વારા ૨૦૧૯માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, ૨૦૨૦માં, યુકે સરકારે તેને દેશમાં ૫ં નેટવર્ક વિકસાવવાના કાર્યથી અલગ કરી દીધું. માહિતી અનુસાર, અમેરિકા, બ્રિટન અને કેટલાક અન્ય યુરોપિયન દેશોએ સુરક્ષાની ચિંતાઓને કારણે ઋણ્ૂર્થ્ૌ થી પોતાને દૂર કરી લીધા છે. આ દેશોને શંકા છે કે ઋણ્ૂર્થ્ૌ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંબંધિત છે.