Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવા જાહેરાત
સોનાના ભાવ રૂ.૫૮,૫૨૫ ઐતિહાસિક સપાટીએ, ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા
સોનાના ભાવમાં ગત ૪ માસમાં ૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો: ચાંદી ૭૧૨૮૦ ઉપર
03/02/2023 00:02 AM Send-Mail
બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડયૂટી વધારવાની જાહેરાત કરાયા બાદ બુધવારે સોનું ૫૭૯૧૦ના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું અને આજે એમસીએક્સ પર ૧.૧૧ ટકા ચઢીને ૫૮૫૨૫ રૃપિયાએ પહોંચી ગયું છે.

ચાંદી પણ ૨.૦૬ ટકાના વધારા સાથે ૭૧૨૮૦ રૃપિયાના ભાવે પહોંચી ગઈ હતી. એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ ૫ એપ્રિલ અને ૩ માર્ચનો વાયદો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલુ માગને લીધે સોનાના ભાવમાં ગત ૪ મહિનામાં ૯૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો છે. જોકે નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનાના ભાવમાં ૪૦૦૦ રૃપિયાનો ઉછાળો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે બજેટ આવ્યા બાદ નિષ્ણાતોનું માનવું છે કે હવે સોનાનો ભાવ ૬૫૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચવાની શકયતાઓ વધી ગઈ છે. જ્યારે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળશે. બજેટ ભાષણમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કસ્ટમ ડયૂટી વધારવાની જાહેરાત કરી હતી. કેડિયા કોમોડિટીઝના પ્રેસીડેન્ટ અજય કેડિયા કહે છે કે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડાની આશા હતી પણ તેનાથી વિપરિત કસ્ટમ ડયૂટીમાં વધારો કરી દેવાયો. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, બજારમાં મંદીની આશંકા, ઈટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રીય બેક્નો દ્વારા સતત સોનાની ખરીદીને કારણે જ સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો તે ૯૦ હજારના ભાવને સ્પર્શી શકે છે.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં