Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, શાળા-કોલેજ બંધ
૧૯૭૧ પછી આ ૯ મી વખત છે જ્યારે બંગાળની ખાડીમાં હવામાનની ગંભીર સ્થિતિ સર્જાઈ છ
03/02/2023 00:02 AM Send-Mail
દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં કમોસમી વરસાદે સ્થિતિ વધુ ખરાબ કરી છે. રાજધાની ચેન્નાઈ સહિત તિરુવરુર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બુધવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે અહીંની શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. તિરુવરુર જિલ્લામાં શાળાઓ બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે ે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે દક્ષિણ તમિલનાડુ અને પુડુચેરી અને કરાઈકલ સહિત રાજ્યના ઉત્તર ભાગમાં ૨ ફેબ્રુઆરીએ ભારે વરસાદ થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે તે ખૂબ જ અસમાન્ય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં બંગાળની ખાડીમાં ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઈ છે. નિષ્ણાતો કહે છે કે ૧૯૭૧ પછી આ ૯મી વખત છે જ્યારે બંગાળની ખાડીમાં આવી હવામાનની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન અહેવાલ અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, લક્ષદ્વીપ, કરાઈકલ, કેરળ અને માહેમાં ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. આ ઉપરાંત આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. પ્રતિકૂળ હવામાન અને ભારે વરસાદની ચેતવણી સાથે, ૈંસ્ડ્ઢ એ માછીમારોને ૩૧-૨ ફેબ્રુઆરી સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશવાની ચેતવણી જારી કરી હતી. આ સિવાય આ વિસ્તારોમાં ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી. ડિપ્રેશન બટ્ટીકલોઆ (શ્રીલંકા)થી લગભગ ૬૦ કિમી પૂર્વમાં અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં કરાઈકલ (ભારત)થી ૪૦૦ કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. તે લગભગ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધે અને ૦૨ ફેબ્રુઆરીની સવારે બટ્ટીકાલોઆ અને ત્રિંકોમાલી વચ્ચે શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.* જેના કારણે અહીં વધુ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે રાત્રે પડેલા વરસાદને કારણે અહીંના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે શાળા-કોલેજ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બંગાળમાં ઠંડીની સાથે હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં