Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
ચીન આગામી સમયમાં ભારત સામે પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરશે
-ભારત-નેપાળ સરહદના ઉત્તરમાં થોડા કિમી દૂર માબજા, ઝંગબો નદી પર ચીન વિશાળ ડેમ બનાવી રહયું છે -ભારત પર દબાણ લાવવા નદીઓના પાણીને પ્રદૂષિત કરી શકે, આ પછી આ પાણી ભારતના ઉપયોગ માટે યોગ્ય રહેશે નહી
03/02/2023 00:02 AM Send-Mail
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સીમા વિવાદ ચાલી રહયો છે. આ દરમિયાન દાવો કરવામાં આવી રહયો છે કે ભારતની જમીનની સાથે સાથે ચીન હવે પાણી પર પણ કબજો કરવાનો પ્રયાસ કરી રહયું છે. ભારત સામે દરેક યુકિત અજમાવી રહેલું ચીન હવે ભવિષ્યની સૌથી ખતરનાક યોજના બનાવી રહયું છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીન આવનારા સમયમાં ભારત વિરૂદ્ઘ પાણીનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. જીનીવા ડેલીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત-નેપાળ સરહદના ઉત્તરમાં થોડા કિમી દૂર માબજા, ઝંગબો નદી પર એક વિશાળ ડેમ બનાવી રહયું છે. જેથી તેનો યુદ્ઘમાં હથિયાર તરીકે ઉપયોગમાં કરવામાં આવે.

આ સિવાય ચીન આ ડેમની નજીક એક એરપોર્ટ બનાવવાની પણ યોજના બનાવી રહયું છે જેથી ચીની વાયુસેનાની અવરજવરને સરળ બનાવી શકાય. મીડિયા રિપોટર્સ અનુસાર, સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે ચીન મબ્જા ઝાંગબો નદી પર નવો ડેમ બનાવી રહયું છે. જયાં આ ડેમ બની રહયો છે ત્યાંથી ભારત-નેપાળ-ચીન બોર્ડર માત્ર થોડા કિમી દૂર છે. ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની કેટલીક તસ્વીરો શેર કરી છે. ડેમિયન સિમોને દાવો કર્યો છે કે ચીન આ ડેમ દ્વારા આ સમગ્ર વિસ્તારના પાણીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહયું છે. જે જગ્યાએ આ ડેમ બની રહયો છે, ત્યાં એક મોટો જળાશય છે અને ચીન અહીંના પાણીને નિયંત્રિત કરવા માટે આ ડેમ તૈયાર કરી રહયું છે.

મીડિયા રિપોટર્સ અનુસાર, તિબેટના ઉચ્ચપ્રદેશ પર પાણીના મોટા ભંડાર છે. ચીન આ પાણી પર દાવો કરે છે. અહીંથી સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા, ઇરાવેદી, સલવીન, યાંગ્ઝે અને મેકોંગ જેવી મોટી નદીઓ વહે છે. આ નદીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં વહે છે અને આ દેશોમાં સિંચાઇ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ જ કારણ છે કે ચીન તેને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહયું છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન ભારત પર દબાણ લાવવા નદીઓના પાણીને પ્રદૂષિત કરી શકે છે. આ પછી આ પાણી ભારતના ઉપયોગ માટે યોગ્ય રહેશે નહી. એક રિપોર્ટ અનુસાર, ૨૦૧૭માં સિયાંગ નદીનું પાણી પ્રદૂષિત હતું. કેટલાક સમયથી પાણી ઉપયોગ માટે યોગ્ય નહોતું.જેના કારણે ખેતી પર માઠી અસર પડી હતી.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં