Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
બિહારના આઇએએસ અધિકારીએ મીટીંગમાં અપશબ્દો કહ્યા, હકાલપટ્ટી કરવાની માંગ
આ વીડિયો વાયરલ થયા બાદ બિહાર વહીવટી સેવા સંઘે તેમને કેસ કરવાની ધમકી આપી હતી
03/02/2023 00:02 AM Send-Mail
બિહારના એક વરિષ્ઠ આઇએએસ અધિકારી કે.કે. પાઠકનો એક કથિત વીડિયો વાયરલ થઇ રહયો છે, જેમાં એક મીટીંગમાં અધિકારીઓ સામે અપમાનજનક વાતો કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા બાદ બિહાર આઇએએસ કે.કે. પાઠકની હકાલપટ્ટી કરવાની માંગ કરી હતી.

મળતી માહિતી અનુસાર વિભાગીય બેઠક દરમિયાન બિહારના લોકો અને બિહાર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એસોસિએશનના અધિકારીઓ વિરૂદ્ઘ અપમાનજનક વાતો કહેવાનો કથિત વીડિયો ઇન્ટરનેટ મીડિયામાં પ્રસારિત થઇ રહયો છે. વીડિયોમાં ડેપ્યુટી કલેકટર સામે અપશબ્દો પણ છે. આવો એક વીડિયો ફરતા થયા બાદ વિવાદ ઉભો થયો છે.

કથિત વીડિયોમાં આઇએએસ અધિકારી કે.કે. પાઠક રસ્તા પર યોગ્ય રીતે ચાલવા માટે રાજયના લોકો સાથે દુવ્ર્યવહાર કરી રહયા છે. તેઓ ચેન્નાઇના લોકોનું ઉદાહરણ આપતા રહે છે કે ચેન્નાઇમાં લોકો ડાબી બાજુથી ચાલે છે, અહીં તમે કોઇને ડાબી બાજુથી ચાલતા જોયા છે. તે ખુરશી પર વારંવાર ઉઠ-બેસ કરે છે. બેઠક દરમિયાન કે.કે. પાઠક પણ રાજયની જનતાની આકરી ટીકા કરી રહયા છે. આ સાથે તેઓ અન્ય અધિકારીઓને પણ પ્રશ્નો પૂછી રહયા છે. આ ક્રમમાં તે બિહાર એડિમિનિસ્ટ્રેટિવ સર્વિસના અધિકારીઓ પર પણ ગુસ્સે થતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ બિહાર વહીવટી સેવા સંઘે તેમને કેસ કરવાની ધમકી આપી હતી. આપને જણાવી દઇએ કે નવેમ્બરમાં મુખ્ય સચિવ બાયપાર્ડના ડીજી અને આબકારી અને નશાબંધી વિભાગના અગ્ર સચિવ કેકે પાઠક, બાસા વતી પ્રોબેશનર ડેપ્યુટી કલેકટરની સૈન્ય જેવી સખત તાલીમ સામે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇન કે.કે. પાઠક નારાજ થઇ રહયા હતા. તેની સાથે વીડિયો જોડવામાં આવી રહયો છે. સમગ્ર મામલે પાઠક તરફથી તેમનો પક્ષ લેવાના પ્રયાસો થઇ રહયા છે.

ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા

લવલિના અને નીખત ઝરીને પણ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક-એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા

રાહુલે ટ્વિટર પર પોતાને ડિસકવાલિફાઇડ સાંસદ લખ્યું, પ્રિયંકાએ દેશના વડાપ્રધાનને કાયર કહ્યા

દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી

મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ

ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં