Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
૧૦ વર્ષ અગાઉ હાઇવે પરનું પાલિકા હસ્તકનું સ્લોટર હાઉસ માર્ગ-મકાન વિભાગે તોડી પાડયું હતું
આણંદમાં લાયસન્સ વિના, ગેરકાયદે માંસ-મટન વેચતી ૪૦થી વધુ દુકાનો હોવાનું હવે તંત્રના ધ્યાને આવ્યું, સીલ મરાશે
સ્લોટર હાઉસ ન હોવા છતાંયે માંસ-મટન વેચતી દુકાનોની ફૂડ ઇન્સ્પેકટર સાથે પાલિકાની ટીમે અગાઉ ચેકિંગ જ નથી કર્યુ! : ખુલ્લેઆમ ચાલતી માંસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ કરવા હાઇકોર્ટના સરકારને આદેશ બાદ તંત્ર સળવળ્યું
03/02/2023 00:02 AM Send-Mail
હાઇકોર્ટના આદેશાનુસાર સોમવારે કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે: ચીફ ઓફિસર
આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગરેવાલે જણાવ્યું હતું કે, લાયસન્સ વિના, ગેરકાયદે દુકાનોમાં માંસ-મટન વેચાણ અટકાવવા હાઇકોર્ટના આદેશ મુજબ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને આગામી સોમવારે ફુડ વિભાગ, પાલિકા સહિતના સદસ્યોની કમિટીની બેઠક યોજાશે. જેમાં માંસ-મચ્છીનું વેચાણ કરતી ૩પ દુકાનોને સીલ મારવા સહિતની કામગીરીનો નિર્ણય લેવાશે.

આણંદ રેલ્વે સ્ટેશન સામેના અને તેની આસપાસના વિસ્તાર, ખાટકીવાડમાં એક દસકાથી લાયસન્સ વિના, ગેરકાયદે રીતે માંસ-મટનનું વેચાણ કરતી ૪૦થી વધુ દુકાનો હોવાનું તંત્રના તાજેતરના સર્વમાં ઉજાગર થયું છે. જો કે રાજયમાં અન્ય સ્થળે કતલ માટે લઇ જવાતા પશુઓ કે માંસ આણંદથી લાવ્યાનું અને અન્ય સ્થળના પશુ કતલ માટે આણંદમાં લવાયાના કિસ્સા પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ ચૂકયા છે. છતાંયે જવાબદાર તંત્ર દ્વારા આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પરંતુ રાજયભરમાં ખુલ્લેઆમ ચાલતી માંસ-મટનની ગેરકાયદે દુકાનો બંધ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. જેના ભાગરુપે સરકારની સૂચના મળતા આણંદ પાલિકા અને ફૂડ વિભાગ દ્વારા હવે તાબડતોબ કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકા હસ્તકનું હાઇવે પરનું સ્લોટર હાઉસ માર્ગ-મકાન વિભાગ દ્વારા ૧૦ વર્ષ અગાઉ તોડી પડાયું હતું. હાઇવેની કામગીરી પૂર્ણ થયા બાદ આણંદ પાલિકાને નવું સ્લોટર હાઉસ બનાવવા સરકારે આદેશ કર્યો હતો. પરંતુ જમીન ફાળવવા બાબતે વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો. જેનો નિયમોનુસાર નિકાલ લાવવાના બદલે તંત્ર દ્વારા સ્લોટર હાઉસની કામગીરીની ફાઇલ જ બંધ કરી દીધી હતી. જેના કારણે આણંદ શહેરમાં સ્લોટર હાઉસ વિના માંસ-મચ્છી વેચાણના લાયસન્સ ઇશ્યૂ કરાયા નહતા. છતાંયે રેલ્વે સ્ટેશન સામે, ખાટકીવાડ સહિતના વિસ્તારમાં આશરે ૪૨ જેટલી દુકાનોમાં બેરોકટોક દસ-દસ વર્ષથી માંસ-મચ્છીનું વેચાણ થઇ રહયું છે. જેમાં અનેક દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ સહિત વેચાણ થઇ રહેલ નોનવેજ નિયમોનુસારનું છે કે કેમ તેની પણ જવાબદાર તંત્રએ અગાઉ ચકાસણી કરવાની તસ્દી લીધી નહતી. જો કે રાજયભરમાં ખુલ્લામાં લાયસન્સ વિના વેચાતા માંસ-મચ્છી સામે હાઇકોર્ટમાં થયેલ ફરિયાદના પગલે જન આરોગ્યને ધ્યાને લઇને હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો. જેના ભાગરુપે આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અગાઉની યાદી અનુસાર ૪૧ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં ૩૫ દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ તેમજ સ્લોટર હાઉસ ન હોવા છતાંયે માંસ-મટન કયાંથી લાવ્યા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાંથી ૩પ જેટલા દુકાનદારો યોગ્ય જવાબ આપી શકયા ન હતા. જેથી તેઓ સામે કેસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ