Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
કિંખલોડ સીમમાં બોર ખાવા ગયેલા કિશોરનું વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત
કેળાના ખેતરની ફરતે મારેલી લોખંડની તારવાળી વાડને અડી જતાં અનિલભાઈ ઠાકોરનું મોત નિપજ્યું
03/02/2023 00:02 AM Send-Mail
માનપુરામાં વીજ કરંટ લાગતા નીલગાયનું મોત ખેતર માલિક પાસેથી ૨૫ હજાર દંડ વસૂલાયો
આંકલાવ તાલુકાના માનપુર ગામે રહેતા સુરેશભાઈ કાળાભાઈ પઢિયારે સીમ વિસ્તારમાં આવેલા પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ચારે તરફ લાકડાના પોલ ઉભા કરીને તેના પર લોખંડના તાર બાંધી દીધા હતા. ત્યારબાદ તેના પર વીજ કરંટ પસાર કર્યો હતો. દરમ્યાન એક નીલગાય ત્યાં આવી ચઢતાં વીજ કરંટ લાગવાથી તેનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો દાખલ કરીને આરોપી સુરેશભાઈ પઢિયારને ઝડપી પાડીને તેની પાસેથી દંડ પેટે કુલ ૨૫ હજાર રૂપિયા વસુલ કર્યા હતા.

આંકલાવ તાલુકાના કિંખલોડ ગામની રવિપુરા સીમમાં ગઈકાલે સાંજના સુમારે બોર ખાવા માટે ગયેલા એક કિશોરને વીજકરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

કિંખલોડ ગામે રહેતો અનિલ પ્રવિણભાઈ ઠાકોર નામનો ૧૧ વર્ષીય કિશોર ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યો હતો ત્યારબાદ રવિપુરા સીમમાં બોર ખાવા માટે ગયો હતો. દરમ્યાન રમેશભાઈ કાનજીભાઈ પટેલના કેળાના પાકવાળા ખેતરની ફરતે મારેલી લોખંડની તારવાળી વાડને અડી જતાં તેને જોરદાર વીજકરંટ લાગતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તુરંત જ ભાદરણ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ પટેલે કેળાના પાકને પશુઓથી બચાવવા માટે ખેતરની ફરતે લોખંડના તારવાળી વાડ બનાવી હતી અને તેમાં ઝટકા કરંટ ઉતાર્યો હતો. જો કે ઝટકા કરંટ લાગવાથી કોઈનું મૃત્યુ ના નીપજી શકે, ડાયરેક્ટ વીજકરંટ ઉતારવામાં આવ્યો હોય તો જ મોત થાય. આ અંગે હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પીએસઆઈ એસ. એમ. પટેલના જણાવ્યા અનુસાર હજી સુધી પીએમ રીપોર્ટ, એફએસએલ અને જીઈબીનો રીપોર્ટ આવ્યો નથી. તે આવ્યા બાદ તુરંત જ ગુનો દાખલ કરી દેવામાં આવશે.

બોરીયાવીમાં રસ્તા બાબતે કૌટુંબિક પરિવારો વચ્ચે ઝઘડો : ૬ને ઈજા

બોરસદ : યુટર્ન લેતી એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત

વટાદરામાં અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગj કરનારને હવનમાં બેસવા નહી દઈને ત્રાસ ગુજારતા ફરિયાદ

સામરખાના સાભોડપુરા પાસેથી રૂા.૯૯૦૦ના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

નાપા તળપદમાં જમીનના વિવાદમાં બે ભાઈઓના પરિવારો વચ્ચે મારામારીમાં ૫ને ઈજા

અલારસાના શખ્સે ગ્રાહકો પાસેથી ૧.૪૮ લાખની રકમ મેળવીને વસ્તુઓ નહીં આપી કરી છેતરપીંડી

આંકલાવની કિશોરીને ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર યુવકને આજીવન કેદ

અમદાવાદના નરોડાના વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર આણંદના પાંચ શખ્સોની ધરપકડ