Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
અનોખો જુગાડ : રિક્ષાને બનાવી દીધી ડિઝાઇનર કાર
13/02/2023 00:02 AM Send-Mail
કોઇપણ કામ કરવું જેટલું મહત્વપૂર્ણ નથી તેનાથી વધુ ખાસ વાત એ હોય છે કે તે કામને ઓછા ખર્ચ અને ઓછા સાધનો વડે સંપૂર્ણ કરવું. જો કે હાથવગા સાધનોના ઉપયોગથી કાંઇ નવીન કરવાની કળામાં દુનિયામાં સૌથી વધુ માહિર ભારતીયો છે. આ પ્રકારના એક અનોખા જુગાડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યકિતએ પોતાની સૂઝબુઝથી પેસેન્જર રિક્ષાને ખુબસુરત ડિઝાઇનર કારમાં બદલી છે. આ નાવીન્ય એંગલને લોકો બિરદાવી રહ્યા છે. આ વિડીયોને ટવિટર યુઝર આવિષ્કાર નાઇકે પોસ્ટ કર્યો હતો.

જેની કેપ્શનમાં લખ્યું હતું કે, નવી રિક્ષા ડિઝાઇન. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ પણ આ વિડીયો શેર કર્યો હતો. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પ૮ સેકન્ડના આ વિડીયોમાં એક ઓટો રિક્ષા જોવા મળે છે. જેને ખૂબ કાળજીપૂર્વક લકઝરી કારમાં પરિવર્તિત કરવામાં આવી છે. રિક્ષાના પાછળના ભાગમાં એકસ્ટ્રા સીટ પણ જોડવામાં આવી છે. આ કાર ચોતરફથી ખુલ્લી જોવા મળે છે.દૂરથી ઓટો રિક્ષા પ્રિમીયમ અને લકઝરીયસ દેખાય છે. આ નવા જુગાડને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે અને કળાકારની કારીગરીને અભિનંદન પાઠવી રહ્યા છે.


સાઉદી અરબ : મુંબઇ શહેર કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઇનોવેશન : સૂર્યના કિરણો અને કાચના ઉપયોગથી તૈયાર કરાતા અદ્દભૂત ચિત્રો

રાજસ્થાન : વરરાજાની જેમ સજીધજીને ઘોડી પર સવાર થઇને લગjમંડપે પહોંચી નવવધૂ

છતરપુર : સવારે શાળામાં બાળકોને ભણાવતા શિક્ષક સાંજે પોતાના સલૂનમાં ગ્રાહકોના વાળ કાપે છે

બાબા વેંગા અને નાસ્ત્રેદમસે કરી હતી ભવિષ્યવાણી ! વિશ્વમાં વિનાશના પગરણ, ર૦રપમાં વધશે મુસીબતો

ભારત-રશિયાના સંબંધોનું સાક્ષી છે ઝારખંડનું શહેર, અહીં છે બલિર્ન યુદ્ઘની ઐતિહાસિક પ્રતિમા

બિહાર : પ ફુટ પહોળી અને ૮૦ ફુટ લાંબી જમીનમાં યુવાને બનાવી દીધી ૬ માળની ઇમારત

આંધ્રપ્રદેશના ગામનું નામ છે ‘દીપાવલી’, અહીં પાંચ દિવસ સુધી થાય છે પર્વ ઉજવણી