એન્ટાર્કટિકાના બરફીલા પાણીમાં ર.પ કિ.મી. સ્વીંમીગનો બનાવ્યો રેકોર્ડ
સાહસિકતા બદલ જાણીતી ૩૭ વર્ષીય બાર્બરા ર.ર ડિગ્રીમાં બરફીલા પાણીમાં સ્વીમીંગ કરનાર પ્રથમ વ્યકિત બની
દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જે અજબ પ્રકારના કારનામા કરીને સૌને આશ્ચર્યમાં મૂકતા હોય છે. દક્ષિણ અમેરિકાના ચીલીની રહેવાસી ૩૭ વર્ષીય બાર્બરા હર્નાડેઝ પણ આવી વ્યકિતઓમાં સામેલ છે. પોતાના સાહસિક કારનામા દ્વારા જાણીતી બાર્બરાના નામે અનેક રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. જેમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે જે દુનિયાના કોઇપણ વ્યકિતના નામે નથી. બાર્બરાએ એન્ટાર્કટિકાના બરફીલા પાણીમાં ર.પ કિ.મી. સ્વીમીંગ કરીને રેકોર્ડ સર્જયો છે.
સ્વીમીંગ વર્લ્ડના રિપોર્ટનુસાર હર્નાડેજે ગ્રીનવીચ દ્વીપ પર ૪પ.પ૦ મિનિટ સુધી ૩પ.૬ ડિગ્રી ફોરેનહાઇટ (આશરે ર.ર. ડિગ્રી સે.) ઠંડા પાણીમાં સ્વીમીંગ કર્યુ હતું. આ દરમયાન તેણીએ નિયોપ્રિન સૂટ કે સુરક્ષાત્મક ઉપકરણોના ઉપયોગ કર્યા વિના સામાન્ય સ્વીમીંગ સૂટ પહેર્યો હતોજુ
હર્નાડેઝ અનુભવી ઓપન વોટર તૈરાક છે. તેણે ર૦ર૦માં વર્લ્ડ ઓપન વોટર સ્વિમીંગ એસો.નો સર્વશ્રેષ્ઠ મહિલા તૈરાકનો એવોર્ડ જીત્યો હતો. તેણીને આઇસ મરમેડ નામથી પણ ઓળખવામાં આવે છે. તેણીએ જણાવ્યું હતું કે, એન્ટાર્કટિકામાં સ્વીમંગ કરવાનું મારું ૧૦ વર્ષ અગાઉનું સ્વપ્ન હતું. જો કે દુનિયાના તમામ સાત મહાસાગરોમાં સ્વીમીંગ કરવું એ મારી હોબી રહી છે. જો કે એન્ટાર્કટિકામાં સ્વીમીંગ માટે તેણી છેલ્લા ત્રણ વર્ષથી મહેનત કરી રહી હતી.
એન્ટાર્કટિકામાં બાર્બરાએ સૌથી લાંબુ સ્વીમીંગ કર્યાનું કહેવાય છે. તેણી જયારે સ્વીમીંગ કરી રહી હતીત્યારે ચીલીના નૌસૈનિક જહાજ તેને પ્રોત્સાહિત કરવા માટે તૈનાત કરાયા હતા. તેણીના વર્લ્ડ રેકોર્ડ અંગે એક ડોકયુમેન્ટરી પણ બનાવવામાં આવી છે. ગત વર્ષ હર્નાડેઝે દક્ષિણ ચીલીમાં કાબો ડી હોર્નોસમાં પેસેફિક અને એટલાન્ટિક મહાસાગરોની વચ્ચે સૌથી તેજ સમુદ્રી મીલ સ્વીમીંગ કરવાનો પણ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.