Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
યુનાઇટેડ કિંગડમ : માથે વાળ ન હોવાના કારણોસર નોકરીમાંથી કાઢી મૂકનાર કંપની સામે કર્મચારીએ કર્યો કેસ, કોર્ટે અપાવ્યું ૭૦ લાખનું વળતર
પ૦ વર્ષથી વધુ વયના ટાલિયા લોકોની ટીમ ન હોવી જોઇએ પણ એનર્જીક-યુવાઓ હોવા જોઇએનો કંપનીએ રજૂ કર્યો તર્ક
20/02/2023 00:02 AM Send-Mail
ખાસ કરીને ખાનગી કંપનીમાં કર્મચારીને નોકરીએ રાખતા અગાઉ તેના શૈક્ષણિક સહિતના તમામ ડોકયુમેન્ટની ચકાસણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તેનો સંલગj નોકરી અંગે અનુભવ ઉપરાંત અન્ય રેકોર્ડ પણ ચકાસવામાં આવે છે. તે જ રીતે કર્મચારીને નોકરીમાંથી છુટો કરતી વખતે પણ કંપની પાસે વ્યાજબી કારણ હોવું જોઇએ. પરંતુ યુનાઇટેડ કિંગડમમાં એક વ્યકિત ટાલિયો હોવાથી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂકયો હતો. આથી કર્મચારીએ કંપની સામે કેસ કર્યો અને કોર્ટે લાખોમાં વળતર અપાવ્યું.

યુનાઇટેડ કિંગડમમાં બનેલ આ કિસ્સામાં ૬૧ વર્ષીય કર્મચારી સાથે ઘટના બની હતી. જો કે તેને નોકરીમાંથી કાઢી મૂકનારના માથા પર પણ વાળ ન હતા. પરંતુ તેનો તર્ક હતો કે કંપનીમાં તેના જેવા ટાલિયા લોકો ન હોવા જોઇએ. ટેંગો નેટવર્ક નામની કંપનીમાંથી માર્ક જોન્સ નામના કર્મચારીને હાંકી કાઢનાર ફિલિપ હેસ્કેથે તર્ક રજૂ કર્યો હતો કે, તે કંપનીમાં પ૦ વર્ષથી વધુ વયના ટાલિયા પુરુષોની ટીમ ઇચ્છતો નથી. તેને ત્યાં કામ કરનાર એનર્જીક અને યુવાઓ હોવા જોઇએ. જો કે આ કંપનીમાં માર્કસ ડાયરેકટરના પદ પર કાર્યરત હતા અને તેમનો વાર્ષ્િાક પગાર ૬૦ હજાર પાઉન્ડ એટલે કે અંદાજે રૂ.૬૦ લાખ હતો.

જો કે માર્કસે આક્ષેપ કર્યો હતો કે કંપનીએ તેને જાણીબૂઝીને કાઢી મૂકયો છે. કારણ કે તે વધુ બે વર્ષ નોકરીમાં રહ્યો હોત તો તેને કર્મચારી તરીકેના તમામ અધિકારો મળનાર હતા. પરંતુ ટાલિયો કહીને પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાનમાં મૂકાયો હતો. કંપની સામે માર્કસ કેસ કરતાકોર્ટે ફકત ટાલિયા હોવાના કારણોસર કર્મચારીને નોકરીમાંથી હાંકી ન મૂકાયના તારણ સાથે માર્કસને ૭૦.૭ લાખ રુપિયાનું વળતર અપાવ્યું હતું.