Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયા : ૪ કરોડ પગાર, રહેવા માટે આલિશાન ઘર છતાંયે કોઇ નોકરી કરવા તૈયાર નથી !
20/02/2023 00:02 AM Send-Mail
ભારતમાં બેરોજગારી અને વસ્તીની મુખ્ય સમસ્યા છે. જેના કારણે નોકરી માટે અનેક લોકો વિશ્વના કોઇપણ દેશમાં જવા તૈયાર છે. આથી જ મોટાભાગના દેશોમાં કોઇને કોઇ સ્થળે ભારતીયોની ઉપસ્થિતિ જોવા મળે છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ છે જયાં સારો પગાર સહિતની સુવિધા છતાંયે કોઇ નોકરી કરવા તૈયાર નથી. ઓસ્ટ્રેલિયાના એક ગામ કવાઇરેડિંગમાં એક ડોકટરની નોકરી ખાલી છે. આ નાના ગામમાં જનરલ પ્રેકટીસ કરનાર ડોકટરની જરુરિયાત છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં આવેલા આ ગામમાં ડોકટરને ૪૦.૬૦ કરોડ પગારની સારામાં સારી ઓફર આપવામાં આવી રહી છે. સાથોસાથ રહેવા માટે ૪ બેડરુમનું આલિશાન મકાન પણ છે. ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થથી આ ગામ ૧૭૦ કિ.મી. દૂર આવેલું છે.

આ ગામમાં વર્ષોથી જનરલ પ્રેકટીશનર ડોકટરની ઘટ છે. ગામમાં ૬૦૦થી વધુ લોકો રહે છે. પરંતુ તેમની બિમારીઓના ઇલાજ માટે ન તો કોઇ ડોકટર છે કે ન તો કોઇ મેડીકલ સ્ટોર. અગાઉ અહીં મેડીકલ સાથે સંબંધિત ચીજવસ્તુઓ હતી પણ તે ડોકટર ન હોવાના કારણે બંધ કરવી પડી છે. ઓસ્ટ્રેલિયન સરકારે ગ્રામીણોની જરુરત જોઇને કહયું હતું કે, આ ગામમાં બે વર્ષ રહેનાર ડોકટરને વર્ષ ૭ લાખ અને પ વર્ષ સુધી રહેનારને ૧૩ લાખ ડોલરથી વધુ પગાર આપવામાં આવશે. છતાંયે ગામમાં ડોકટર તરીકે નોકરી કરવા કોઇ તૈયાર થતું નથી.

જો કે ઓસ્ટ્રેલિયામાં ગ્રામીણ વિસ્તારોમાં ડોકટર તરીકે ફરજ બજાવવા કોઇ તૈયાર થતું ન હોવાની વાત ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયન મેડીકલ એસોસીએશન અનુસાર વર્ષ ર૦૩૧ સુધીમાં આ સ્થિતિ રહેશે તો ઓસ્ટ્રેલિયામાં લગભગ ૧૧ હજાર ઉપરાંત ડોકટરોની ઘટ ઉભી થશે.

બ્રિટન : પબે બિયરની બ્રાન્ડને કુખ્યાત આતંકીનું નામ આપતા જ ગ્રાહકોનો ઘસારો, વેબસાઇટ ઠપ્પ

અમેરિકા : દુનિયાનો સૌથી ઊંચા બળદે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ચીનમાં આવેલું છે દુનિયાનું સૌથી અમીર ગામ, શાનદાર ઘર સાથે થીમ પાર્ક અને હેલિકોપ્ટર ટેકસી સેવા ઉપલબ્ધ

લંડન: ફકત ૬ ફુટ પહોળાઇ ધરાવતા બે બેડરૂમનો ફલેટ વેચાયો ૮ કરોડમાં, અંદરની ચીજવસ્તુઓ આશ્ચર્યજનક

આપણે ચંદ્રનો બીજો ભાગ કેમ જોઇ શકતા નથી? સ્પેસક્રાફટે મોકલેલ તસ્વીરે દુનિયાને ચોંકાવી

અમેરિકા : દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલ તરીકે ઓળખાતું સ્થળ ૩૩ વર્ષમાં બરબાદ થઇ ગયું

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’ : નાસાએ તસ્વીરો જાહેર કરતા રહસ્ય પરથી ઉંચકાયો પડદો

સ્પેન : પર્યટકોના વર્તનથી પરેશાન ગ્રામજનોએ પર્યટન પ્રતિબંધની કરી માંગ