Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
ભારતમાં યોજાનાર જી-૨૦માં યુક્રેન યુદ્ઘનો મુદ્દો ન ઉઠાવવો જોઈએ : પુતિન-જિનપિંગ
-બંને નેતાઓએ ક્રેમલિનમાં ઈન્ડો-પેસિફિક રણનીતિનો વિરોધ કર્યો -તેઓ કહે છે કે, આનાથી શાંતિ અને સ્થિરતા પર નકારાત્મક અસર પડે છે
23/03/2023 00:03 AM Send-Mail
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયા પહોચ્યા હતા. સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર હતી. જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારથી તમામ દેશોની કૂટનીતિ બદલાઈ ગઈ છે. રશિયા અને ચીન ગાઢ મિત્રો બની ગયા છે. ઈરાન-રશિયા સંબંધો સારા બની ગયા છે. ઈરાની ડ્રોન્સે યુક્રેનના ઘણા શહેરોનો નાશ કર્યો છે. આ યુદ્ધ પછી રશિયા એકલું પડી ગયું હતું. રશિયા પોતાને એકલતા અનુભવવા લાગ્યુ હતું. જોકે ભારતે કયારેય તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો ન હતો. પીએમ મોદીએ ચોક્કસપણે કહ્યું હતું કે, યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. વાતચિત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.

આ વખતે જી-૨૦માં ભારત પાસે છે. વિશ્વની ૨૦ શક્તિઓ તેમાં ભાગ લે છે. રશિયાના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત નિવેદન બહાર પાડયું છે. આમાં બંને નેતાઓએ ય્-૨૦ના વૈશ્વિક મંચમાં યુક્રેન યુદ્ધનો મામલો નહીં ઉઠાવવા પર સહમતિ દર્શાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, ચીન પાસે આ યુદ્ધને શાંત કરવાની યોજના છે, પરંતુ પશ્ચિમી દેશ તેને સ્વીકારવા તૈયાર નથી.

બંને નેતાઓએ ક્રેમલિનમાં ઈન્ડો-પેસિફિક રણનીતિનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે, આનાથી શાંતિ અને સ્થિરતા પર નકારાત્મક અસર પડે છે. આવું પહેલીવાર થઈ રહ્યું હતું, જ્યારે ઈન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે, અગાઉ રશિયન અધિકારીઓ તેને ભારત અને રશિયા વચ્ચે તણાવ પેદા કરવાનું પશ્ચિમી ષડયંત્ર ગણાવતા હતા. આ બેઠકમાં જી-૨૦નો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે, ય્૨૦ જેવું વૈશ્વિક મંચ આર્થિક મુદ્દાઓ માટે બનાવવામાં આવ્યું છે, તેમાં અન્ય મુદ્દાઓને સામેલ ન કરવા જોઈએ. આ મુદ્દે પણ બંને નેતાઓ સહમત થયા હતા. આ મિત્રતા ભારત માટે બહુ સારી નથી. પરંતુ ગયા વર્ષથી રશિયા અને ચીન નજીક આવી રહ્યા હતા. જ્યારે પણ વૈશ્વિક મંચ પર રશિયા વિરુદ્ધ કોઈ મતદાન થયું ત્યારે ચીને હંમેશા રશિયાનું સમર્થન કર્યું છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે. અહીં ચીન સાથે ભારતનો તણાવ યથાવત છે. ચીન એલએસી પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે બંને દેશોમાં તણાવ છે. બંનેની સેના સરહદ પર તૈનાત છે. પરંતુ જો ચીન અને રશિયાની મિત્રતા વધુ ગાઢ થશે તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. જોકે વિદેશી બાબતોના નિષ્ણાતો માને છે કે આ એક ડીલ છે. જે પોતાના સ્વાર્થ માટે ચાલે છે. રશિયા અને ચીન માત્ર અસ્થાયી મિત્રો છે.

ન્યુઝીલેન્ડ : નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા કાયદાને નાબૂદ કરશે

નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી સાથે લોકો માર્ગો પર ઉતર્યા: રાજાશાહી ફરી સ્થાપવા કરેલું એલાન

અમેરિકા: ઓહાયોમાં ૨૬ વર્ષીય ભારતીય છાત્રની ગોળી મારી હત્યા: કારમાંથી મૃત હાલતમાં મળ્યો

કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી: મોતની સજા પામેલા નેવીના ૮ પૂર્વ અધિકારીઓને રાહતની આશા

ડબલીનમાં ચાકૂથી હુમલા બાદ તોફાનો ફાટી નીકળ્યા

ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા સેંકડો બાળકો હોસ્પિટલોમાં દાખલ કરાયા, સ્કુલો બંધ

ચીનની મુસ્લિમ દેશોમાં પગ પેસારાની તક હાથમાંથી સરકી

ચીનમાં ૨૦૨૦ બાદ લગભગ ૧૩૦૦ મસ્જિદો બંધ કરી દેવાઈ