Sardar Gurjari

બુધવાર, તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૩, કારતક વદ ૨, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૧૬૨

મુખ્ય સમાચાર :
ઇઝરાયેલ : નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના કેસમાં ચુકાદા પહેલા બિલ પસાર, વિરોધ પ્રદર્શન જારી
-જો વડાપ્રધાન શારીરિક અથવા માનસિક રીતે અયોગ્ય હોય, તો માત્ર સરકાર જ તેમને અયોગ્ય ઠેરવીને અસ્થાયી ધોરણે દૂર કરી શકે છે -નેતન્યાહૂ સરકાર વધુ એક બિલ લાવવાની તૈયારી કરી રહી છે, આ અંતર્ગત સરકારમાં મંત્રી બનાવવા કે હટાવવામાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકશે નહીં
24/03/2023 00:03 AM Send-Mail
ગુરુવારે ઇઝરાયેલમાં સરકારે એક નવું બિલ પસાર કર્યુ. આ અંતર્ગત હવે સુપ્રીમકોર્ટ પણ વડાપ્રધાનને પદ પરથી હટાવી શકશે નહી. જો વડાપ્રધાન શારીરિક અથવા માનસિક રીતે અયોગ્ય હોય, તો માત્ર સરકાર જ તેમને અયોગ્ય ઠેરવીને અસ્થાયી ધોરણે દૂર કરી શકે છે. આ માટે ત્રણ ચતુર્થાશ સાંસદોનું સમર્થન પણ જરૂરી રહેશે.

આ સિવાય દેશના વડાપ્રધાન સંસદને માહિતી આપીને પોતાનું રાજીનામું આપી શકે છે. આ માટે તેને બે તૃતિયાંશ સંાસદોના સમર્થનની જરૂર પડશે. ઇઝરાયેલની સંસદમાં લાંબી ચર્ચા બાદ આ બિલને ૬૧-૪૭ મતોના માર્જિનથી પસાર કરવામાં આવ્યું હતું.

વિપક્ષી દળોનો આરોપ છે કે આ કાયદો પીએમ બેન્જામિન નેતન્યાહુને બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. વાસ્તવમાં નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના ૩ કેસ ચાલી રહયા છે. જેમાં સરકારની તરફેણમાં સમાચાર બતાવવા માટે લાંચ લેવા, તેના મહત્વના લોકો પાસેથી મોંઘી ભેટ લેવા અને મીડિયા કંપનીઓ સાથે સોદા કરવાના આરોપોનો સમાવેશ થાય છે. આ સિવાય ઇઝરાયેલમાં ન્યાયિક સુધારાને લઇને નેતન્યાહૂ સરકાર પણ મુશ્કેલીમાં છે. ન્યાયિક સુધારણા વિધેયક હેઠળ, સંસદને સુપ્રીમ કોર્ટના નિર્ણયોને રદ કરવાનો અધિકાર મળશે. આને લઇને દેશભરમાં દેખાવો થઇ રહયા છે. ૨૦૨૦ કરાર હેઠળ, નેતન્યાહૂ પોતે આ બિલ સાથે સંબંધિત કામમાં સામેલ થઇ શકશે નહી. ફેબ્રુઆરીમાં, એટર્ની જનરલ બહરવ મિયારાએ બિલ સામેના વિરોધને ધ્યાનમાં રાખીને નેતન્યાહૂને પરથી હટાવવાનો સંકેત આપ્યો હતો. વિપક્ષી પાર્ટીના નેતા યેર લેપિડે કહયું - સરકારે રાત્રે ચોરની જેમ બિલ પાસ કર્યુ છે. આનાથી સાબિત થાય છે કે નેતાન્યાહૂને જનતાની પરવાની નથી પરંતુ માત્ર પોતાના વિશે જ છે. અમે તેની સામે હાઇકોર્ટમાં અરજી કરીશું. ઇઝરાયેલમાં લોકશાહી છે. અમે આને નેતન્યાહૂની સરમુખત્યારશાહીમાં ફેરવવા નહીં દઇએ. જયારે મજૂર નેતા મેરવ મિખેલીએ કહયું - આ કાયદો માત્ર નેતન્યાહૂને જેલમાં જતા બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. અમે તેની સામે લડતા રહીશું. ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર નેતન્યાહૂ સરકાર વધુ એક બિલ લાવવાની તૈયાર કરી રહી છે. આ અંતર્ગત સરકારમાં મંત્રી બનાવવા કે હટાવવામાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકશે નહી. વાસ્તવમાં, ઇઝરાયેલના એટર્ની જનરલ બહરવ મિયારાએ જાન્યુઆરીમાં નેતન્યાહૂને તેમના વિશેષ પ્રધાન આર્ય ડેરીને તેમના પદ પરથી હટાવવા દબાણ કર્યુ હતું. તે અનેક આર્થિક ગુનાઓ માટે હાઇકોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહયા હતા. નવા બિલ બાદ નેતન્યાહૂ સરકારમાં ડેરીની વાપસી શકય બનશે.

ન્યુઝીલેન્ડ : નવી સરકાર તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ લગાવતા કાયદાને નાબૂદ કરશે

નેપાળને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી સાથે લોકો માર્ગો પર ઉતર્યા: રાજાશાહી ફરી સ્થાપવા કરેલું એલાન

અમેરિકા: ઓહાયોમાં ૨૬ વર્ષીય ભારતીય છાત્રની ગોળી મારી હત્યા: કારમાંથી મૃત હાલતમાં મળ્યો

કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી: મોતની સજા પામેલા નેવીના ૮ પૂર્વ અધિકારીઓને રાહતની આશા

ડબલીનમાં ચાકૂથી હુમલા બાદ તોફાનો ફાટી નીકળ્યા

ચીનમાં રહસ્યમય બીમારી ફેલાતા સેંકડો બાળકો હોસ્પિટલોમાં દાખલ કરાયા, સ્કુલો બંધ

ચીનની મુસ્લિમ દેશોમાં પગ પેસારાની તક હાથમાંથી સરકી

ચીનમાં ૨૦૨૦ બાદ લગભગ ૧૩૦૦ મસ્જિદો બંધ કરી દેવાઈ