મોદી અટક પર ટિપ્પણી મામલે સજા થતાં રાહુલ ગાંધીનું લોકસભાનું સાંસદ પદ રદ
રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા : ભાજપે લોકતંત્રનો વિજય ગણાવ્યો જ્યારે કોંગ્રેસે આ નિર્ણયને પડકારવાનું નક્કી કર્યું : સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી
હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર : રાહુલ ગાંધી
ંકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું છે કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું, હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું'. ખરેખરમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ પછી તેમની લોકસભાની સદસ્યતા પણ સમાપ્ત થઈ ગઈ છે અને લોકસભા સચિવાલયે તેમનો મતવિસ્તાર ખાલી જાહેર કર્યો છે. રાહુલ ગાંધીને લોકસભામાં ગેરલાયક ઠેરવ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે.
જો કે ચૂંટણી પંચ ખાલી પડેલી બેઠક પર ખાસ ચૂંટણીની જાહેરાત કરે તેવી પણ શકયતા છે. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે - મહાત્મા ગાંધી. જો ઉપરી કોર્ટ નીચલી કોર્ટના ફેંસલાને નિલંબિત ન કરે તો દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. કેટલાક મામલાઓમાં ઉપરી કોર્ટ સજાને સસ્પેન્ડ પણ કરી નાંખે છે. પરંતુ દોષમુક્ત કરતી નથી. આવી પરિસ્થિતિમાં પણ દોષી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા. ખરેખમાં સજા આપનાર કોર્ટને કોઇ પણ મામલે દોષીને ત્રણ વર્ષથી ઓછી સજા સંભળાવવા પર તાત્કાલિક જામીન આપવાનો અધિકાર છે.
ગઈ કાલે ગુરુવારે સુરત કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી. સુરતની કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે કોર્ટના નિર્ણયના ૨૪ કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જે બાદ રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે.
મહત્વનું છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના સાંસદ હતા. કોર્ટે રાહુલ ગાંધાીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજા ફટકારી હતી. જે બાદ તેઓને જામીન પણ મળ્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીનું સંસદનુ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસ પક્ષમાં અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોદી સરનેમ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનુ સંસદ સભ્યનું પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડના લોકસભાના સાંસદ હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કે એનાથી વધારે સજા બાદ સાંસદો કે ધારાસભ્યોની સદસ્યતા ખતમ થઈ જાય છે. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ થયા બાદ કહ્યું કે, તેમના નેતાને સાચુ બોલવાની સજા આપવામાં આવી છે. તો રાહુલ ગાંધી પર લોકસભા સચિવાલયના નિર્ણયને ભાજપે દેશહિતમાં ગણાવ્યો હતો.
લોકસભા સચિવાલયે માનહાનિ મામલે બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવાની નોટિસ પણ જારી કરી છે. લોકસભા સચિવાલયે નોટિફિકેશનમાં કહ્યું છે કે, સુરતના ચીફ જ્યુડિશ્યલી મેજીસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે બે વર્ષની સજા ફટકારી છે. આવામાં કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ૨૩ માર્ચ ૨૦૨૩થી સમાપ્ત કરવામાં આવે છે. નોટિફિકેશનમાં બંધારણના આર્ટિકલ ૧૦૨ (૧) (ઈ)ના સેક્શન ૮ના પીપલ ઓફ રિપ્રેઝન્ટેશન એક્ટ, ૧૯૫૧ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામથી જારી કરવામાં આવેલા આ નોટિફિકેશનની કોપી રાહુલ ગાંધીને પણ મોકલવામાં આવી છે. આ સિવાય રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થયા બાદ રાષ્ટ્રપતિ સચિવાલય, મુખ્ય ચૂંટણી અધિકારી તિરુવનંતપુરમ, કેરળ, એનડીએમસીના સચિવ સિવાય લોકસભા સચિવાલયની તમામ બ્રાંચને મોકલવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, અમે આ લડાઈને કાયદાકીય અને રાજકીય તરીકે લડીશું. અમે ચૂપ બેસવાના નથી. અદાણી મામલે જેસીપીની જગ્યાએ રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ભારતીય લોકતંત્ર ઓમ શાંતિ!
રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ૧૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલે માનહાનિનો કેસ થયો હતો. આખરે ૨૩ માર્ચ, ગુરુવારના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી.