Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
કેન્દ્ર દ્વારા વિપક્ષી નેતાઓને ટાર્ગટ બનાવતા હોવાનો આક્ષેપ
ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે ૧૪ વિપક્ષો સુપ્રીમમાં
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂક્યો, આ મામલે પાંચ એપ્રિલે સુનાવણી
25/03/2023 00:03 AM Send-Mail
કોંગ્રેસના નેતૃત્વમાં ૧૪ વિપક્ષી દળો શુક્રવારે તપાસ એજન્સીઓ (ઈડીઅને સીબીઆઈ)ના દુરુપયોગનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂકયો હતો.

સિંઘવીએ કહ્યું કે કોર્ટે ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા નક્કી કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે ૫ એપ્રિલે સુનાવણી થશે.

આ પહેલા દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિયાની ધરપકડ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત નવ વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષના સભ્યો વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ દર્શાવે છે કે આપણે લોકશાહીથી નિરંકુશતામાં બદલાઈ ગયા છીએ.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની તેમની વિરુદ્ધ પુરાવા વિના કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈદ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૃક અબ્દુલ્લા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થાય છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં જોડાયેલા વિપક્ષી નેતાઓ સામેના કેસમાં તપાસ એજન્સીઓ ધીમી છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને આસામના વર્તમાન મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની ૨૦૧૪ અને ૨૦૧૫માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈઅને ઈડીદ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે તેઓ ભાજપમાં જોડાયા બાદ મામલો આગળ વધ્યો ન હતો. એ જ રીતે, ભૂતપૂર્વ ટીએમસી નેતાઓ શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય નારદા સ્લિંગ ઓપરેશન કેસમાં ઈડીઅને સીબીઆઈના સ્કેનર હેઠળ હતા, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેઓ ભાજપમાં જોડાયા પછી કેસ વધુ આગળ વધ્યા ન હતા. મહારાષ્ટ્રના નારાયણ રાણે સહિત આવા અનેક ઉદાહરણો છે.

એશિયન ગેમ્સ : ફાઇનલમાં શ્રીલંકાને ૧૯ રને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

ભારત ડ્રોન શકિત : સી-૨૯૫ એરક્રાફટ ભારતીય વાયુસેનામાં સામેલ, રક્ષા મંત્રીએ સોંપી ચાવી

મુંબઇમાં દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ લગાવવું જરૂરી, સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો

પન્નુ માત્ર ખાલિસ્તાન જ નહીં ઉર્દૂસ્તાન પણ બનાવવા માંગે છે, નવા ડોઝિયરમાં ષડયંત્રનો ખુલાસો

લેન્ડર-રોવરના સંપર્કની નહિવત્ શક્યતાથી ચંદ્રયાન-૩ની સફળતાના અંતની શક્યતા

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે

કેરળમાં ભારતીય સેનાના જવાન પર હૂમલો, હાથ-પગ બાંધી પીઠ પર લખ્યું પીએફઆઇ

કેનેડા : હિટલરનું સમર્થન કરનારા પૂર્વ સૈનિકનું સંસદમાં સન્માન કરાયા બાદ સ્પીકરે માંગી માફી