Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
અમદાવાદના નરોડાના વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર આણંદના પાંચ શખ્સોની ધરપકડ
ગાડીઓના લે-વેચના તેમજ ઉછીના આપેલા અંદાજે ૩૫ થી ૪૦ લાખની રકમ અપહ્યુત મનસુખભાઈ ના આપતાં પાંચ ઈસમો તેમને ગાડીમાં બેસાડીને આણંદ લઈ આવ્યા હતા અને રેતી કપચીના પ્લોટમાં ગોંધી રાખ્યા હતા
25/03/2023 00:03 AM Send-Mail
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને ઈલેકટ્રીક તેમજ ફર્નિચરના કામકાજની ફેક્ટરી ધરાવતા એક વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરીને ગોંધી રાખીને માર મારનાર આણંદના પાંચ શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મનસુખભાઈ લાલજીભાઈ સિધ્ધપુરા અગાઉ આણંદ ખાતે રહેતા હતા. એ દરમ્યાન તેઓએ ગાડીઓની લે-વેચ તેમજ હાથ ઉછીના કરીને અંદાજે ૩૫ થી ૪૦ લાખ રૂપિયા આશીફ યુસુફભાઈ વ્હોરા, મુનાફ મુસ્તાકભાઈ વ્હોરા (રે. બન્ને ઈસ્માઈલનગર, આણંદ), અરશદભાઈ સત્તારભાઈ વ્હોરા, સલમાન ઈલ્યાસભાઈ વ્હોરા (અમન ટાઉનશીપ, આણંદ)અને સોહિલ ઈનાયતભાઈ વ્હોરા (રે. નુતનનગર, આણંદ)લીધા હતા. જની વારંવાર ઉઘરાણી કરવા છતાં મનસુખભાઈ આપતા નહોતા અને અમદાવાદના નરોડા ખાતે રહેવા માટે જતા રહ્યા હતા.

જ્યાં જીઆઈડીસીમાં કારખાનુ શરૂ કરીને વેપાર શરૂ કર્યો હતો. દરમ્યાન ગત ૨૧મી તારીખના રોજ પાંચેય શખ્સો કાર લઈને નરોડા જીઆઈડીસી ખાતે આવેલા મનસુખભાઈના કારખાને પહોંચી ગયા હતા અને ત્યાંથી કારમાં બેસાડીને આણંદ લઈ આવ્યા હતા. જ્યાં આશીફ વ્હોરાના રેતી-કપચીના ખુલ્લા પ્લોટમાં આવેલી ઓફિસમાં ગોંધી રાખ્યા હતા અને માર મારીને પૈસાની માંગણી કરી હતી. આ તરફ મોડીરાત સુધી મનસુખભાઈ ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને તુરંત જ બજરંગ દળના કાર્યકરોનો સંપર્ક કર્યો હતો.દરમ્યાન ઉક્ત પાંચ શખ્સો પૈકી કેટલાકે મનસુખભાઈની પત્નીને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. જેથી તેમના પુત્ર નિકુંજભાઈએ મોડીરાત્રે નરોડા પોલીસ મથકે ફરિયાદ આપતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ તરફ અપહરણકારોને પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં જ મનસુખભાઈને કારમાં બેસાડીને પરત તેમના ઘરે મૂકવા જતા હતા. દરમ્યાન તેમના ઘર પાસે જ ગોઠવાઈ ગયેલી પોલીસે પાંચેય શખ્સોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

બોરસદ શહેરમાં ધોળા દિવસે માત્ર ૩૦ જ મિનિટમાં ઈકો કાર સાથે રૂા.૪૦ હજારની રોકડની ચોરી

આણંદના શાસ્ત્રી બાગ પાસે વિદ્યાર્થીઓના ઝઘડામાં લારીવાળાઓએ વઘાસીના યુવાનને માર મારતાં ફરિયાદ

લાંભવેલમાં રીક્ષા બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીમાં બેને ઈજા

તારાપુર : સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રા.લિ.એ લોન નહીં ભરીને ૧૧.પ કરોડની ઠગાઇ કર્યાની ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ

ચિખોદરાના કટારિયા શો-રૂમમાંથી ૧૨.૯૩ લાખની થયેલી ચોરીમાં બે ભાઈઓ દાહોદથી ઝડપાયા

વાસદ પાસેથી વિદેશી દારૂની ૧૫૬ બોટલો ભરેલી ટેમ્પી સાથે ચાલક ઝડપાયો

કરમસદના શખ્સની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે અટલાદરાની મહિલા સાથે રૂા.૮૦ હજારની છેતરપિંડી

આણંદ અને તાપી જિલ્લાના લૂંટ, ઘરફોડ ચોરીના ૯ ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો