આણંદ : ધો.૧૦માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર 'અઘરૂં' ન હોવાનો વિદ્યાર્થીઓમાં આનંદ
કુલ ર૪૯૮૧માંથી પર૮ વિદ્યાર્થીઓ ગેરહાજર, ધો.૧ર વિ.પ્ર.માં રર૧ અને સા.પ્ર.માં ૯૮ ગેરહાજર
ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં આજે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર હતું. જેથી વિષયના કારણે હાઉ અનુભવતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળવા સમયે પેપર સરળ રહ્યાનો આનંદ વ્યકત કર્યો હતો. આણંદ જિલ્લામાં ધો.૧૦માં અંગ્રેજી વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ર૪૯૮૧માંથી પર૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે સંસ્કૃત પ્રથમાના પ્રશ્નપત્રમાં તમામ ર૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને કમ્પ્યુટર વિષયની આજે યોજાયેલ પરીક્ષામાં નોંધાયો કુલ ૪રર૯માંથી ૪૦૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને રર૧ ગેરહાજર નોંધાયા હતા. જયારે ધો.૧ર સા.પ્રવાહમાં હિન્દીમાં કુલ ૬૧રપમાંથી ૯૮ ગેરહાજર અને સંસ્કૃત મધ્યમામાં પ૦માંથી ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.