ઇસરોએ બ્રિટિશ કંપનીના ૩૬ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા
એલવીએમ૩ રોકટમાં ગગનયાન મિશન માટે જરૂરી પ્રક્ષેપણોની જેમ એસ૨૦૦ મોટર્સ ફીટ કરવામાં આવી છે : એલવીએમ૩ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી ભારે પ્રક્ષેપણ વાહન
ઇસરોએ રવિવારે વધુ એક ઇતિહાસ રચ્યો છે. ઇસરોના એલવીએમ ૩ રોકેટે આજે સવારે નવ વાગે બ્રિટિશ કંપની વનવેબના૩૬ ઉપગ્રહો લઇને ઉડાન ભરી હતી. ઇસરોના વડાએ એક જ વારમાં ૩૬ ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે એલવીએમ૩ રોકેટને શ્રેય આપ્યો. તેમણે કહયું કે એલવીએમ૩ રોકટ ગગનયાન માટે યોગ્ય છે. તેણે અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યુ છે. નોંધપાત્ર રીતે એલવીએમ૩ રોકેટ (અગાઉ જીઓસિક્રોનસ લોન્ચ વ્હીકલ એમકે ૩) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી ભારે પ્રક્ષેપણ વાહન છે.
ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે આ સફળતા હાંસલ કર્યા બાદ મિશન કંટ્રોલ સેન્ટર ખાતે વૈજ્ઞાનિકોને સંબોધતા જણાવ્યું હતું કે એલવીએમ૩ રોકટમાં ગગનયાન મિશન માટે જરૂરી પ્રક્ષેપણોની જેમ એસ૨૦૦ મોટર્સ ફીટ કરવામાં આવી છે. તેમણે કહયું કે આ રોકેટ (એલવીએમ૩-એમ૩)માં એસ૨૦૦ મોટર્સ પણ છે જે વધેલા માર્જિન અને લાક્ષણિકતાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તે ગગનયાન રૂપરેખાંકન સાથે સુસંગત છે. ઇસરોના વડાએ કહયું કે અમને ખુશી છે કે તેણે આ મિશનમાં ખૂબ સારું પ્રદર્શન કર્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રોકેટમાં ઘણા વધુ સુધારાઓ કરવામાં આવ્યા છે, જેનો ઉદેશ્ય તેને અન્ય તબક્કાઓ અને સિસ્ટમોમા પણ માનવ-રેટેડ બનાવવાનો છે. ગગનયાન મિશનની દિશામાં પણ પ્રગતિ થઇ રહી છે. તે જોઇને મને ખૂબ આનંદ થાય છે.
નોંધપાત્ર વાત એ છે કે ઇસરોએ આવતા વર્ષ જૂનમાં ચંદ્રયાન-૩ મિશનને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી છે. આ અંતર્ગત ત્રણ સભ્યોની ટીમને ગગનયાન મિશનમાં ત્રણ દિવસના મિશન માટે ૪૦૦ કીમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ મિશનને ૨૦૨૪ના ચોથા કવાર્ટરમાં લોન્ચ કરવાનું લ-ય છે.
ભાવિ મિશન વિશે બોલતા, ઇસરોના વડા સોમનાથે કહ્યું કે અમારા વૈજ્ઞાનિકો એપ્રિલમાં ધ્રુવીય સેટેલાઇટ લોન્ચે વ્હીકલના વ્યાવસાયિક પ્રક્ષેપણની તેયારી કરી રહયા છે. તેમણે કહયુંકે અમે ટૂંક સમયમાં આગામી પ્રક્ષેપણ અભિયાન માટે તૈયાર થઇ રહયા છીએ. આથી, સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા અનુગામી પ્રક્ષેપણ મિશન માટે એકદમ કાર્યક્ષમ બનશે.
આ દરમિયાન ઇસરોના વડાએ પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહયું કે આ અવસર પર હૂં અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સરકારનો આભાર માનું છું કે તે લોન્ચ વ્હીકલને કોમર્શિયલ લોન્ચ માટે ઉપલબ્ધ કરાવવામાં અમને ટેકો આપે છે. તેમણે કહયું કે આ ખૂબ જ ટૂંકી સૂચના (૭૨ દિવસ)પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તેમણે કહયું કે રવિવારના મિશાન માટે મંજૂરીએ વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે કારણકે ંફજહ ઝછકકક રોકેટ પણ ગગનયાન મિશનમાં ઉડાન ભરશે.