Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :
કેન્દ્રએ મનરેગાના કામોમાં વેતનમાં વધારો કર્યો, ૧ એપ્રિલથી નવા દરો લાગુ થશે
-હાલમાં મનરેગામાં સૌથી વધુ દૈનિક વેતન હરિયાણામાં રૂા. ૩૫૭, જયારે મધ્યપ્રદેશમાં અને છત્તીસગઢમાં સૌથી ઓછું રૂા. ૨૨૧
27/03/2023 00:03 AM Send-Mail
કેન્દ્ર સરકારે નાણાકીયવર્ષ ૨૦૨૩-૨૪ માટે ગ્રામીણ રોજગાર ગેંરટી કાર્યક્રમ એટલે કે મનરેગા હેઠળ વેતન દરમાં વધારા માટે જાહેરનામુ બહાર પાડયું છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય,જે સરકાર હેઠળ આવે છે.તેણે ૨૪ માર્ચ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર માટે એક સૂચના બહાર પાડી છે.

નોંધનીય છે કે હાલમાં મનરેગામાં સૌથી વધુ દૈનિક વેતન હરિયાણામાં ૩૫૭ રુપિયા છે. જયારે મધ્યપ્રદેશમાં અને છત્તીસગઢમાં સૌથી ઓછું ૨૨૧ છે.

બીજી તરફ, સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ,મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી અધિનિયમ (મનરેગા), ૨૦૦૫ની કલમ ૬(૧) હેઠળ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જે જણાવે છે કે કેન્દ્ર સરકાર માટે વેતન દરો નક્કી કરશે. નોટિફિકેશન દ્વારા મનરેગાના લાભાર્થીઓ તેજ સમયે , વેતન ૭ રૂપિયાથી વધારીને ૨૬ રૂપિયા કરવામાં આવ્યું છે, જે ૧ એપ્રિલથી લાગુ થશે. ગત વર્ષના દરની સરખામણીમાં રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો નોંધાયો છે. રાજસ્થાન માટે સુધારેલું વેતન ૨૫૫ રૂપિયા પ્રતિ દિવસ છે. જે ૨૦૨૨-૨૩માં ૨૩૧ હતું. બિહાર અને ઝારખંડમાં પાછલા વર્ષની સરખામણીમાં લગભગ ૮ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષ આ બંને રાજયોમાં મનરેગા કામદાર માટે દૈનિક વેતન ૨૧૦ રૂપિયા હતું. હવે તેમાં સુધારો કરીને રૂા. ૨૨૮ કરવામાં આવ્યો છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે, જયાં સૌથી ઓછું વેતન રૂા. ૨૨૧ છે, ગયા વર્ષની સરખામણીમાં ૧૭ ટકાનો વધારો નોંધાવામાં આવ્યો હતો. ૨૦૨૨-૨૩માં બંને રાજયોમાં દૈનિક વેતન ૨૦૪ રૂપિયા હતું. રાજયો માટે વેતનમાં વધારો બે થી ૧૦ ટકાની વચ્ચે છે. સૌથી ઓછી ટકાવારીનો વધારો નોંધાવનારા રાજયોમાં કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુરનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એ એક મુખ્ય કાર્યક્રમ છે. જેનો ઉદેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પરિવારોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની બાંયધરીકૃત વેતન રોજગાર પ્રદાન કરીને આજીવિકાની સુરક્ષા પૂરી પાડવાનો છે. જેના પુખ્ત સભ્યો અકુશળ શારીરિક મજૂરી માટે સ્વૈચ્છિક છે.

સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન

કાનપુરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રમાશે ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ મેચ

આરબીઆઈએ એચડીએફસી-એક્સિસ બેંકને ફટકારી ૩ કરોડની પેનલ્ટી

નીરવ મોદી સામે ઇડીની વધુ એક કાર્યવાહી, ૨૯.૭૫ કરોડની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત

નાગાલેન્ડના મંત્રી તેમજેન સામે મુંબઈમાં તપાસ શરૂ રાજયમાં ૧૨૫ કરોડના રોકાણનો મામલો

૧૫ વર્ષ જૂના વાહન અંગે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વાહન સ્ક્રેપિંગ નીતિમાં કરી શકે છે ફેરફાર

૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર

પ્રથમ મુલાકાતમાં સમજદાર યુવતી હોટલના રૂમમાં ન જાય : બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો