Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
શુક્રવારે એર ઇન્ડિયાનું વિમાન ૧૯૦૦૦ ફૂટથી ૩૭૦૦ ફૂટ સુધી નીચે ઉતર્યુ હતું
એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના પ્લેન હવામાં ટકરાવથી માંડ બચ્યા
નેપાળે બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલના બે કર્મચારીને સસ્પેન્ડ કર્યા અને એર ઈન્ડિયાના બે પાયલટ પર પ્રતિબંધ મૂક્યો
27/03/2023 00:03 AM Send-Mail
શુક્રવારે હોલ્ડિંગ ઝોનમાં બનેલી ઘટના બાદ નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ કડક પગલું ભર્યુ છે.સીએએએન એ એર ઇન્ડિયાના પાયલટ ક્રૂને સસ્પેન્ડ કરી દીધા છે. શુક્રવારે એર ઇન્ડિયાનું વિમાન ૧૯૦૦૦ ફૂટથી ૩૭૦૦ ફૂટ સુધી નીચે ઉતર્યુ હતું. જયારે તેને નેપાળના સિમરાના આકાશની ઊંચાઇ પર રાખવામાં આવ્યું હતું.

નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ ટ્વિટ કર્યુ, ૨૪ માર્ચ ૨૦૨૩ના રોજ એર ઇન્ડિયા અને નેપાળ એરલાઇન્સ વચ્ચે સર્જાયેલા ટ્રાફિક સંઘર્ષની ઘટનામાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર્સને સક્રિય નિયંત્રણ સ્થિતિથી હટાવી દેવામાં આવ્યા છે.

સીએએએન એ જાહેરાત કરી, સીએએએન એ ઘટનાઓમાં એર ઈન્ડિયાના બે પાયલટસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે અને ડીજીસીએ ઇન્ડિયાને પત્ર લખ્યો છે, જયારે સીએએએનએ આ નિર્ણય અંગે ભારતીય કમિશનને પત્ર લખ્યો છે. તે જ દિવસે ૨૩ માર્ચ સીએએએન એ કાઠમંડૂમાં ઉતર્યા બાદ ઘટના અંગે ક્રૂની પૂછપરછ કરી હતી.આ ઘટના પર પાયલોટ-ઇન-કમાન્ડે પણ પોતાની ભૂલ સ્વીકારી અને તેના માટે માફી માંગી. જયારે, પાયલટસ સાથે, કાઠમંડૂ ટાવર પર ફરજ પરના ૩ એર ટ્રાફિક નિયંત્રકોને પણ ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે. જયારે એર ઇન્ડિયાનું વિમાન નેપાળના સિમરામાં હોલીડે થઇ રહયું હતું. ત્યારે તે ૧૯૦૦૦ ફૂટથી ૧૫,૩૦૦ ફૂટ નીચે આવી ગયું હતું. તે સમયે નેપાળ એરલાઇન્સનું પ્લેન નીચું ઉડી રહયું હતું અને ઇન્ડિયન એરલાઇન્સે ઉતર્યા બાદ તેની ઊંચાઇ પાછ ખેંચવી પડી હતી.