Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
દેશમાં હવે ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે : મોદી
આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે, બીજાના સુખ માટે લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી : દેશવાસીઓ સાથે મન કી બાતમાં મોદી
27/03/2023 00:03 AM Send-Mail
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓ સાથે મન કી બાત કરી હતી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના ૯૯માં એપિસોડને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે, લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી. આથી તો આપણને બાળપણથી શિવિ અને દધિચિ જેવા દેહદાનીઓની ગાથાઓ સંભળાવવામાં આવે છે. આધુનિક મેડિકલ સાયન્સના આ દૌરમાં ર્ંખ્તિટ્વહ ર્ડ્ઢહટ્વંર્ૈહ કોઈને જીવન આપવામાં એક ખુબ મોટું માધ્યમ બની ચૂકયું છે. એવું કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ બાદ પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી ૮થી ૯ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના બને છે.

પીએમ મોદીએ કહ્યું કે સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. વર્ષ ૨૦૧૩માં આપણા દેશમાં અંગદાનના ૫ હજારથી પણ ઓછા કેસ હતા, પરંતુ ૨૦૨૨માં આ સંખ્યા વધીને ૧૫ હજારથી વધુ થઈ ગઈ. અંગદાન કરનારા વ્યક્તિઓએ, તેમના પરિવારે, ખરેખર ખુબ પુણ્યનું કામ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ૩૯ દિવસના અબાબત કૌર હોય કે પછી ૬૩ વર્ષના સ્નેહલતા ચૌધરી તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાંઆજે મોટી સંખ્યામાં એવા જરૃરિયાતવાળા લોકો છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ ઓર્ગન ડોનેટ કરનારાઓની રાહ જુએ છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી પોલીસી ઉપર પણ કામ થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે ભારત જે સામર્થ્ય નવેસરથી નીખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. હાલમાં એવા કેટલાય ઉદાહરણ આપણી સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર એશિયાના પહેલા મહિલા લોકો પાયલટ સુરેખા યાદવને જરૃર જોયા હશે. સુરેખા એક નવો વિક્રમ બનાવતા વંદે ભારત એક્સપ્રેસના પણ પહેલા લોકો પાયલટ બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે સોલર એનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો સદીઓથી સૂર્યથી વિશેષ રીતે નાતો ધરાવે છે. આપણા ત્યાં સૂર્યની શક્તિને લઈને જે વૈજ્ઞાાનિક સમજ રહી છે, સૂર્યની ઉપાસનાની જે પરંપરાઓ રહી છે તે અન્ય જગ્યાઓ પર બહુ ઓછી જોવા મળે છે. બધાનો પ્રયાસ... એ જ સ્પીરિટ આજે ભારતના સોલર મિશનને આગળ વધારી રહી છે. દીવ વિશે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દમણ-દીવમાંથી જે દીવ છે કે જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ એક અદભૂત કામ કરીને બતાવ્યું છે. તમે જાણતા હશો કે દીવ સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવના સમયે પણ તમામ જરૃરિયાતો માટે ૧૦૦ ટકા ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે. દીવની આ સફળતાનો મંત્ર પણ બધાનો પ્રયત્ન જ છે. એક સમયે અહીં વીજળી ઉત્પાદન માટે સંસાધનો અંગે પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સોલર એનર્જીને પસંદ કરી. અહીં ઉજ્જડ જમીન અને અનેક બિલ્ડિંગ્સ પર સોલર પેનલ લગાવવામાં આવી. આ પેનલ્સથી દીવમાં દિવસના સમયે જેટલી વીજળીની જરૃર હોય છે તેનાથી વધુ વીજળી પેદા થઈ રહી છે. આ સોલર પ્રોજેક્ટથી વીજળી ખરીદી પર ખર્ચ થનારા લગભગ ૫૨ કરોડ રૃપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટું રક્ષણ થયું છે. પુણેનો પણ આ મામલે તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું ક ે પુણે અને દીવે જે કરીને દેખાડયું છે આવા જ પ્રયત્નો દેશભરમાં અનેક અન્ય જગ્યાએ પણ થઈ રહ્યા છે. પીએમ મોદીએ પુણે વિશે કહ્યું કે અહીં સ્જીઇ-ઓલિવ હાઉસિંગ સોસાયટીના લોકોએ નક્કી કર્યું કે સોસાયટીના પીવાના પાણી, લિફ્ટ અને લાઈટ જેવી સામૂહિક ઉપયોગની ચીજો હવે સોલર એનર્જીથી જ ચલાવવામાં આવશે. ત્યારબાદ આ સોસાયટીના બધા લોકોએ મળીને સોલર પેનલ લગાવી. આજે આ સોલર પેનલથી દર વર્ષે લગભગ ૯૦ હજાર કિલોવોટ અવર વીજળી પેદા થાય છે. તેનાથી દર મહિને લગભગ ૪૦,૦૦૦ રૃપિયાની બચત થાય છે. આ બચતનો લાભ સોસાયટીના તમામ લોકોને થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના આપણા દેશને મજબૂતી આપે છે. આપણે જ્યારે એક બીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ તો એક્તાની આ ભાવના વધુ ગાઢ બને છે. તેમણે કહ્યું કે એક્તાની આ જ સ્પિરીટ સાથે આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમથવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ ૧૭થી ૩૦ એપ્રિલ સુધી ચાલશે. પીએમએ કહ્યું કે સદીઓ પહેલા સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ અલગ ભાગોમાં જઈને વસી ગયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલના નામે ઓળખાય છે.