આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત
કોંગ્રેસ સમિતિએ કોંગી હોદ્ેદારો,કાર્યકરો દ્વારા બેનર સાથે સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર
સુરત કોટેર્ે બે વર્ષની કરેલ સજા બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરાયા મામલે કોંગ્રેસ દ્વારા દેશમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આણંદમાં ગ્રીડ ચોકડીએ કોંગ્રેસ સમિતિ ખાતેથી 'સત્યમેવ જયતે સંકલ્પ સત્યાગ્રહ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારની નીતિ સામે વિરોધ વ્યકત કરીને, વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે, વર્તમાન ભાજપ સરકાર લોકશાહીનું હનન કરી રહી છે. દેશમાં વિરોધ પક્ષના નેતાઓ સહિતનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો દરેક કાર્યકર લોકશાહીની રક્ષા માટે રાહુલ ગાંધીની સાથે છે. જો કે કોંગ્રેસની વિરોધ યાત્રા પૂર્વ પોલીસ દ્વારા હોદ્ેદારો સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ભીખાભાઇ રબારી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ સમિતિના ડેલીગેટ ભૃગુરાજસિંહ ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ યશપાલસિંહ સોલંકી, પ્રદેશના મીડિયા પેનાલીસ્ટ વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ પાલિકાના કોંગી કાઉન્સિલરો, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજયસિંહ રાજ સહિત હોદ્ેદારો, કાર્યકરો જોડાયા હતા.