નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર
દેદરડાના બન્ને યુવાનો સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો
બોરીયાવી નહેરમાં ડૂબી જતાં અજાણ્યા યુવાનનું મોત
આણંદ નજીક આવેલા બોરીયાવી ગામની પટાક સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં ગઈકાલે સાંજના સુમારે એક ૩૫ થી ૪૦ વર્ષના અજાણ્યા યુવાનનું ડુબી જતા મોત થયું હતુ. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને બહાર કાઢીને પીેમ માટે મોકલી આપી, તે કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના શાહીન ટ્રેડર્સ નજીક ગઈકાલે રાત્રીના સવા આઠેક વાગ્યાના સુમારે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતુ જ્યારે બીજાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે બોરસદ રૂરલ પોલીસે એક્ટીવા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર બોચાસણ ગામે રહેતા ફરિયાદી કેતનભાઈ ઉર્ફે ભુરીયો રમેશભાઈ પરમાર ગઈકાલે ે ટ્રેક્ટર નંબર જીજે-૨૩, સીઈ-૨૩૪૬માં ટ્રોલી જોડીને મોગરી ગામે રાખેલુ ઘંઉનુ ધવારીયુ ભરવા માટે મિત્ર અરવિંદ ઉર્ફે ગુલો સાથે ગયા હતા. એક ફેરામાં ઘવારીયુ ના ભરાતા બીજો ફેરો મારવા માટે ભાઈ ઉમેશભાઈ સાથે રાત્રે મોગરી જવા નીકળ્યા હતા. દરમ્યાન સવા આઠેક વાગ્યાના સુમારે નાપા તળપદ પાસેના શાહીન ટ્રેડર્સ પાસે ડીઝલ ખલાસ થઈ જતા ટ્રેક્ટરની રોડની સાઈડમાં પાર્ક કરીને પાકીંગ લાઈટ ચાલુ કરી કેતનભાઈ બોટલમાં નજીકમાં આવેલા ધોબીકુઈ પાસેના પેટ્રોલપંપ પાસે ડીઝલ લેવા માટે ગયા હતા. દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલું એક્ટીવા નંબર જીજે-૨૩, ડીક્યુ-૩૨૫૬નું ધડાકાભેર ટ્રેક્ટરની ટ્રોલી સાથે ભટકાયુ હતુ. જેથી તેના પર સવાર બન્ને યુવાનોને મોઢા, માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને તુરંત જ સારવાર માટે કરમસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કૌશિકભાઈ અશોકભાઈ સોલંકી (રે. દેદરડા)નું અવસાન થયું હતુ જ્યારે રિતેશભાઈ રમણભાઈ સોલંકીને (રે. દેદરડા)ગંભીર ઈજાઓ થતાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે.