Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન
પ એકર જમીનમાં ભારતીય સંસ્કૃતિનું જીવંત મંદિર બનશે :પૂ. નિત્યસ્વરૂપ સ્વામી
27/03/2023 00:03 AM Send-Mail
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકર જમીનમાં વડતાલવાસી શ્રીલ-મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ, વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ અને વડીલ સંતોના આશિર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય વધવાથી વિશાળ મંદિરની માંગ ઉભી થઇ હતી.

છ માસ પૂર્વ આચાર્ય મહારાજ એવં ચેરમેન દેવપ્રકાશસ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદન કરવાનો કરેલ સંકલ્પ ધર્મપ્રેમી સજજનોના સહકાર સાથે પૂર્ણ થયો અને પ એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી હતી. આ જમીનમાં તા. ર૩થી ર૭ માર્ચ,ર૦ર૩ દરમ્યાન ભૂમિ પૂજન મહોત્સવનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પ દિવસ ઘરસભા, સરધાર નિવાસી પૂ. નિત્યસ્વરુપદાસજી સ્વામીના વકતાપદે શ્રીમદ્દ સત્સંગિજીવનની કથા યોજાઇ હતી. આજરોજ તા. ર૬મીએ મહાસમર્થ યોગીરાજ શ્રી ગોપાળનંદ સ્વામીએ આપેલ બીજમંત્ર અને જનમંગલ હોમ સાથે મંત્રોના નાદ સાથે પૂ.નિત્યસ્વરુપ સ્વામી તથા ડો. સંતસ્વામીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂમિદાતા યજમાનો જોડાયા હતા. આશિર્વાદ સાથે સંત સ્વામીએ મંદિરનું આધ્યાત્મિક અને સામાજીક માહાત્મય સમજાવ્યું હતું. પૂ. નિત્યસ્વરુપ સ્વામીએ સૌને આશિર્વાદ પાઠવતા ભારતભૂમિના ગૌરવની વાત કરતા કહયું કે, ભારત એ ભગવાનની ભૂમિ છે. આ પ્રસંગે પ્રમુખ તેજસભાઇ, સેક્રેટરી દિપકભાઇ રાઘવાણી, સી.કે.પટેલ, ઘનશ્યામ કાનાણી, કેતન પટેલ, નિલય પટેલ સહિત અગ્રણીઓ સહિત સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સીસ્વા: આકારણી વિનાના રિસોર્ટના વિરોધમાં ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત પણ મેદાનમાં

આણંદ પાલિકા વ્યકિતગત આવાસ બાંધકામ યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં જિલ્લામાં મોખરે

ખંભાતના દરિયા કિનારે આવેલ ઐતિહાસિક વડુચી માતા મંદિરની પૌરાણિક વાવ ગાળવામાં આવી

આણંદ શહેરમાં મૃત્યુદરની સામે જન્મદર ૩ ગણો પ વર્ષમાં ૩૩૭૧૦નો જન્મ, ૧૦૧૩૮ના મૃત્યુ

આણંદ : સાયબર ક્રાઈમના વધેલા વ્યાપને નાથવા માટે પોલીસનું જનજાગૃત્તિ અભિયાન

આણંદ : સ્થાનિક ડોકયુમેન્ટના અભાવે પરપ્રાંતીય વિદ્યાર્થી ‘નમો લક્ષ્મી યોજના’ થી વંચિત

ઉમરેઠ : ક્રોપ લોનની બાકી પડતા ૧.૭૪ લાખ વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હૂકમ

આણંદ : લોકાર્પણ કરાયાના ૬ મહિનામાં જ ૬ લાખ લીટર પાણીની ટાંકી લીકેજની સમસ્યા ૩ વર્ષ પણ યથાવત