Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
બોરસદ : યુટર્ન લેતી એસટી બસની ટક્કરે બાઈક ચાલકનું મોત
બાઈકને અડફેટે લીધા બાદ એસટી બસ ઈકો કાર સાથે ભટકાતા આગળના ભાગે થયેલું નુકશાન
27/03/2023 00:03 AM Send-Mail
બોરસદ શહેરમાં આજે પુરપાટ ઝડપે જતી એક એસટી બસના ચાલકે યુ ટર્ન મારતા બાઈક ચાલક અને ઈકો કાર અડફેટે આવી જવા પામી હતી જેમાં બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયુ હતુ જ્યારે કારના આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતુ. આ અંગે પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારીયા ખાતે રહેતો ઈમ્તીયાઝ અબ્દુલસમદ પઠાણ આજે સવારના સુમારે એશટી બસ નંબર જીજે-૧૮, ઝેડ-૫૮૮ની લઈને બોરસદ એસટી ડેપોમાંથી નીકળી આણંદ તરફ આવવા નીકળ્યો હતો. દરમ્યાન આણંદ ચોકડી વચ્ચે આવેલા સત્યનારાયણ આઈસ્ક્રીમ નજીક એકદમ યુ ટર્ન મારતા એક બાઈક નંબર જીજે-૩, ડીઈ-૦૦૦૪નું અડફેટે આવી જવા પામ્યું હતુ. જેથી બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત થતાં સ્ટેરીંગ પરનો કાબુ જતો રહેતા બસ ત્યારબાદ ઈકો કાર નંબર જીજે-૩, સીબી-૯૩૬૬ની સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં બાઈકના ચાલકને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા યુવાનને તપાસીને મૃત્યુ પામેલો હોવાનું જાહેર કર્યું હતુ. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક બાઈક ચાલક વાંસકુવા ગામની સીમમાં રહેતો દિપકકુમાર રાજેશભાઈ પરમાર (ઉ. વ. ૧૭)નો હોવાનું જાણવા મળ્યું છે.


વ્રજભૂમિ ફાઉન્ડેશનનો વિવાદ વકર્યો : નારાયણચરણદાસજીએ નવા નિમાયેલા ટ્રસ્ટીને ધમકી આપતાં પોલીસમાં અરજી

કાસોરના ખેડૂત પાસેથી બે શખ્સોએ ૭ થી ૧૦ ટકા ઉંચુ વ્યાજ વસુલીને ધમકી આપતાં ફરિયાદ

બીલપાડ મર્ડર કેસ : ગણપત અને પત્નીને પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો

અડાસના વિરલ છાપરીયાએ નારેશ્વર રોડ પર સાસુને માથામાં લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યા

ખેડા જિલ્લામાં ઘરેલુ હિંસાની બે વર્ષમાં ૧૮૮૪ અરજી પૈકી ૪૬ ગુના દાખલ

મોગર : વ્રજભૂમિ ફાઉન્ડેશનના સ્થાપક-NRI દાતાને જ સ્કૂલમાં 'નો-એન્ટ્રી'

બીલપાડ: આડા સંબંધના વહેમમાં બોથડ પદાર્થના ફટકા મારીને યુવાનની કરપીણ હત્યા

ઉંદેલમાં ત્રાટકેલા તસ્કરો : બે મકાન અને બે ઓફિસોના તાળા તોડી ૧.૨૫ લાખની મત્તા ચોરી ફરાર