Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
વટાદરામાં અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગj કરનારને હવનમાં બેસવા નહી દઈને ત્રાસ ગુજારતા ફરિયાદ
27/03/2023 00:03 AM Send-Mail
ખંભાત તાલુકાના વટાદરા ગામે રહેતા યુવકને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગj કરતા ખોડીયાર જયંતિ નિમિત્તે હવનમાં નહીં બેસવા દઈને માનસિક ત્રાસ ગુજારવામાં આવતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી પ્રિયંકાબા સને ૨૦૧૮માં પેટલાદની કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે વટાદરાના મહાવીરસિંહ પ્રકાશસિંહ ગોહિલ સાથે પ્રેમ થતા બન્નેએ પરિવારોની અનુમતિથી ગત ૧૦-૯-૨૧ના રોજ કોર્ટ મેરેજ કરી લીઘા હતા.

દરમ્યાન વટાદરા ગામે ૨૭મી જાન્યુઆરીથી ૨૯મી જાન્યુઆરી દરમ્યાન ખોડીયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હોય ૨૫મી તારીખના રોજ યોજાયેલી બેઠકમાં સમાજના વિક્રમસિંહ બાવાજીભાઈ ગોહિલ, ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ, જયપાલસિંહ વખતસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ વખતસિંહ ગોહિલ, મનુભાઈ બાવાજીભાઈ ગોહિલ, તખતસિંહ બાવાજીભાઈ ગોહિલ, ઘનશ્યામસિંહ મનુભાઈ ગોહિલે પ્રિયંકાબા હિન્દુ દશા શ્રીમાળી વૈષ્ણવ વાણીયા સમાજના હોવા છતાં પણ અનુસુચિત જાતિ સમાજની છે તેમ જણાવીને પ્રસંગમાં હાજર નહીં રાખવા માટે દબાણ શરૂ કર્યું હતુ. દરમ્યાન રવિરાજસિંહ સાહેબસિંહ ગોહિલે મહાવીરસિંહને ફોન કરીને હવનમાં તમે દંપત્તિ ના બેસશો નહીં તો ૨૫ જોડા તુટશે અને માતાજીની મુર્તિ પણ અભડાશે તેમ જઆવીને જો તુ તારી પત્નીને સાથે રાખીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ પણ આપી હતી. ત્યારબાદ સમાજના લોકોએ આ પરિવાર સાથેના સંબંધો પણ કાપી નાંખ્યા હતા અને તેમના ખેતરમાં કોઈ મજુર પણ કામ કરવા જતો નહોતો. જેથી આ માનસિક ત્રાસ વધી જતાં આ અંગે પ્રિયંકાબાએ ખંભાત રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વ્રજભૂમિ ફાઉન્ડેશનનો વિવાદ વકર્યો : નારાયણચરણદાસજીએ નવા નિમાયેલા ટ્રસ્ટીને ધમકી આપતાં પોલીસમાં અરજી

કાસોરના ખેડૂત પાસેથી બે શખ્સોએ ૭ થી ૧૦ ટકા ઉંચુ વ્યાજ વસુલીને ધમકી આપતાં ફરિયાદ

બીલપાડ મર્ડર કેસ : ગણપત અને પત્નીને પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો

અડાસના વિરલ છાપરીયાએ નારેશ્વર રોડ પર સાસુને માથામાં લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યા

ખેડા જિલ્લામાં ઘરેલુ હિંસાની બે વર્ષમાં ૧૮૮૪ અરજી પૈકી ૪૬ ગુના દાખલ

મોગર : વ્રજભૂમિ ફાઉન્ડેશનના સ્થાપક-NRI દાતાને જ સ્કૂલમાં 'નો-એન્ટ્રી'

બીલપાડ: આડા સંબંધના વહેમમાં બોથડ પદાર્થના ફટકા મારીને યુવાનની કરપીણ હત્યા

ઉંદેલમાં ત્રાટકેલા તસ્કરો : બે મકાન અને બે ઓફિસોના તાળા તોડી ૧.૨૫ લાખની મત્તા ચોરી ફરાર