ઓળખાણ બાળપણની...
ઇન્દ્રિયો દ્વારા સમગ્ર વિશ્વને - વિશ્વાતીતને પામી લેવાની તલપ બાળપણને હોય છે. વિસ્મયના પાત્રથી એ વિશ્વને નિહાળે છ, એના લયલીનપણાને તમે કાંકરીચાળો કરો છો ત્યારે એ બંડ પોકારે છે તમે અને જિદ કહો છો.. એ બરાબર છે? દોડતી ગરોળીને, અળસિયાને કે દોડતા સાપને, ચાલતી કીડીને, ફરતા મંકોડાને તે બાળપણ વિસ્મયની આંખે જુએ છે. દોડતા સાપને પકડી લેવાની સાહજિકતાને આપણે ભૂલ કરીઅ છીએ
બાળપણ અને નાનપણ સમાનાર્થી શબ્દો ભલે રહયા, પણ પ્રત્યેક નાનપણમાં બાળપણી અખંડિતતાનો હિસાબ માંડવા જેવો છે. બાળપણમાં ઇન્દ્રિયોના શેઢે વિસ્મયની અપાર વનસ્પતિ ફૂટે છે. એ વનસ્પતિનાં પર્ણો, એથીય ઘેરું રહસ્યમયી વિસ્મય છે. પ્રત્યેક બાળક વિસ્મયના મહેલમાં ઘરઘર રમે છે. પુષ્પો સાથે પ્રેમ કરે છે - વાતો કરે છે વિવાદ કરે છે- વાદ કરે છે - સંવાદ કરે છે. બાળક નિર્જીવ સાથે જે સજીવ જેવો વ્યવહાર કરે છે એમાં જ બાળપણનું ઐશ્વર્ય છે. બાળકની આંખો, બાળકનું નાક, બાળકના ટેરવાં, બાળકના કાન અને બાળકની જીભ જે જે અનુભવો કરે છે તેની સાથેનો વ્યવહાર પણ નોંધવા જેવો કે નિરખવા જેવો હોય છે. બાળકના ઇન્દ્રિયને જે અનુકૂળ આવ્યું તેની સાથે તેને ઘરોબો થઇ જાય છે. સાહજિકતા સાથે શૈશવ જોડાયેલું છે. વિસ્મયનો ખજાનો શૈશવના ઉમરે પડયો છે, એમ કહીએ કે વસુંધરા જેટલું વિસ્મય શૈશવની આંખોમાં હોય છે.
બાલ્યવય એ વિસ્મયની વય છે. વિસ્મયની ખાણ છે. એમાં મોટપણ પ્રવેશે એટલે બાળપણ અભડાઇ જાય છે આપણી સમજણ, આપણા વ્યવહારો, આપણો સમાજ આપણું કહેવાનું જ્ઞાન- વગેરેનો ભાર બાળપણને ખભે હોતો નથી. બાળપણ નિર્ભારી હોય છે ત્યાં સુધી જ તેનામાં સાહજિકતા અખંડ રહે છે. બાળપણના સૌભાગ્યને નંદવી નાખવાનું કામ મોટપણ કરે છે. ખંડિત થયેલા બાળપણના ગુનાનો આરોપ મોટપણ સ્વીકારતું નથી પણ ખરી સજાને પાત્ર મોટપણન સ્વીકારતું નથી પણ ખરી સજાને પાત્ર મોટપણને ગણાવી શકાય.
ઇન્દ્રિયો દ્વારા સમગ્ર વિશ્વને - વિશ્વાતીતને પામી લેવાની તલપ બાળપણને હોય છે. વિસ્મયના પાત્રથી એ વિશ્વને નિહાળે છ, એના લયલીનપણાને તમે કાંકરીચાળો કરો છો ત્યારે એ બંડ પોકારે છે તમે અને જિદ કહો છો.. એ બરાબર છે? દોડતી ગરોળીને, અળસિયાને કે દોડતા સાપને, ચાલતી કીડીને, ફરતા મંકોડાને તે બાળપણ વિસ્મયની આંખે જુએ છે. દોડતા સાપને પકડી લેવાની સાહજિકતાને આપણે ભૂલ કરીઅ છીએ. ચાલતી કીડીને પકડીને ચાખી લેવાની બાળકની સાહજિકતાને આપણે ભૂલ ગણીએ છીએ, માટીને મોંઢામાં ચગળતું બાળપણ આપણને ઓછું પસંદ પડે છે. ગંદુ પાણી ગટગટાવી જતું બાળપણ કે ઢીંગલી સાથે ગીત ગાતું - વાતો કરતું બાળપણ આપણને સ્વાભાવિક લાગતું નથી... મોટપણનું ડહાપણ બાળપણની સ્વાભિવકતાને ખંડિત કરે છે ત્યારે એ કાયદા બહારનો ગુનો કરે છે. મોટપણ જિંદગીને બોઝિલ બનાવે છે. ભારેખમપણું એ મોટપણનું લક્ષણ છે. નિર્ભારી પણું એ બાળપણની ઓળખાણ છે.
ઇન્દ્રિયોનો વ્યત્યય એ બાળપણની કવિતા... અવાજને જુએ ઝૂલતો હીંંચકો જુએ, ફૂલ સાથે વાતો કરે, ઢીંગલીને જ નહિ, બધી ગમતી વસ્તુને સ્પર્શથી ઓળખે... સ્પર્શ કરીને સ્વાદ માણે એ બાળક. સ્પર્શમાં સ્વાદનો મહિમા. સ્વાદમાં સ્પર્શનો.. માટીનો સ્વાદ અને માટીનો સ્પર્શ શું ચઢે બાળકને મન ? ગંધના બારણે મોડું પ્હોંચે પણ સ્પર્શના સોપાન ઝટપટ ચઢે એ બાળક. આંખોથી બોલે -બોલાવે... હાથથી ટહૂકે.. ભાષા વગર સંવાદો રચે.. આ વ્યવહાર એટલો બધો સહજ લાગે કે આનંદ પડે.. અવળી ચોપડી ખોલીને વાંચે.. ત્યારે આપણે હસીએ.. રમકડાને રમાડે ત્યારે પણ હસીએ.. એની સહજ આદતોને મોટપણ ભૂલાવી નાખે છે - પાપ કરે છે મોટપણ.
શિશુ પણ વિસ્મય ઉદ્યાનનું પુષ્પ છે.. કળીમાંથી રૂપાંતરિત થતું પુષ્પ... બાળકને સ્પર્શ કરી જુઓ લજામણીના પુષ્પની જેમ ઝંકૃત થશે અને તમને પણ કરશે !! વીણાના તાર !!
મોટપણની મહોર શૈશવ ઉપર લાગે છે ત્યારે મોટપણન ભલે ખુશી થાય પણ બાળપણનું કરુણ મૃત્યુ થઇ જાય છે. મોટપણનો અહમ બાળપણની નિર્દોષતાને કચડી નાખે છે. પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવું હોય તો બાળપણ ઉપર મોટપણનો છાંયો ના પડવા દેવો.. મોટપણ છાયો નથી પાડતું પડછાયો પાડે છે.. વિસ્મયના જગતને લૂંટી લેવાનું કામ મોટપણ કરે છે અથવા વિસ્મયન કુબેર ભંડારીને ત્યાં ધાડ પાડવાનું કામ મોટપણ કરે છે. આપણે ગમે તેટલા મોટા થઇએ પણ આપણામાં રહેલું બાળપણ અખંડ સચવાઇ રહેવું જોઇએ. એમ બને તો જ દુનિયા ઉપરની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો જોઇ શકાશે. મરિયમના કાગળની પ્રતીક્ષા કોચમેન અલી ડોસાને એટલા માટે હતી કે તેનામાં બાળપણ જીવતું હતું... મોટપણ કંટાળે છે.. બાળપણ ને કંટાળો આવતો નથી.
બે માર્ગો છે. એક માર્ગ ઉપર મોટર, સ્કૂટરોની અવરજવર છે - શોરબકોર છે. - ઘણા લોકો એ રસ્તેથી પસાર થાય છે. એ રસ્તો પહોળો, સુંવાળોઅ ખાડા ટેકરા વગરનો છે. બીજો રસ્તો સૂનો છે, ત્યાં કોઇક કયારેક જ નીકળે છે ઉપેિક્ષત માર્ગ કહી શકાય. રજા પડે ત્યારે બાળપણ એ સૂના રસ્તે રમવા નીકળે છે. રસ્તામાં જ રોકાય છે- રમતમાં ખોવાઇ જાય છે ત્યારે એ ઉપેિક્ષત રસ્તો ખૂબ રાજી થાય છે.. એ બાળપણનો આભાર માને છે... શબ્દો વગર બાળપણ સૌની સાથે વાતો કરે છે. કેવળ એ વાતો નથી કરતું, ગોઠડી પણ માંડે છે, એની ગોઠડી કરવાની આગવી રીત હોય છે... આપણે જો એ અશાબ્દી સંવાદને આંખોથી સાંભળીએ, કાનથી જોઇએ અને બંધ આંખે માણીઅ તો એ સંવાદ સંભળાય-સમજાય જેટલો જેટલો, તેટલો તેટલો એ અવશ્ય બાળક છે.