Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
શિકાગો : ઉડ્ડયન કરતાં જ આકાશમાં જમ્બો વિમાનના થયા બે ટૂકડા, પાયલોટે દાખવી સમજદારી
વિમાનનો તૂટેલો ભાગ જોઇને અંદર બેઠેલા મુસાફરોના શ્વાસ થંભી ગયા, પાયલટે વિમાનનું વજન ઘટાડવા આકાશમાંથી જ ફયુઅલ : ઢોળવાનું શરુ કરીને બાવન મિનિટ બાદ સલામત રીતે લેન્ડીંગ કરાવ્યું
22/05/2023 00:05 AM Send-Mail
શિકાગો માટે ઉડ્ડયન કરી રહેલ પ્લેન આકાશમાં પહોંચતા જ જમ્બો વિમાનના વચ્ચેથી બે ટૂકડા થઇ ગયા. આ ગંભીર સ્થિતિમાં પાયલટે સમજદારી દાખવીને પ્લેનની ઇમરજન્સી લેન્ડીંગ કરાવી હતી. હવાઇ યાત્રાને અન્ય યાત્રા કરતાં સુરિક્ષત માનવામાં આવે છે. જે ઓછા સમયમાં લોકોને તેમની મંજીલ સુધી પહોંચાડે છે. હવાઇ યાત્રા અગાઉ વિમાનની અનેક પ્રકારે ચકાસણી કરવામાં આવતી હોય છે. યાત્રિકોને પણ અનેક પ્રકારના સીકયુરીટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જો કે ચકાસણી બાદ પણ વિમાનમાં કોઇ નાની ચીજ કે ક્ષતિ તરફે બેધ્યાન દાખવવામાં આવે તો તે બાદમાં મોટી દુર્ઘટના સર્જી શકે છે. શિકાગો માટે ઉડાન ભરેલા એક વિમાન સાથે આ પ્રકારની દુર્ઘટના સર્જાઇ હતી. લકઝમબર્ગ એરપોર્ટથી શિકાગો માટે ઉડાન ભરનાર વિમાનની તમામ પ્રકારે ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્લેન આકાશમાં ઉડવા સાથે જ તેના લેન્ડીંગ ગીયરમાં ખરાબી સર્જાઇ હતી. ત્યારબાદ પણ વિમાને આકાશમાં લગભગ પર મિનિટ વિતાવી હતી. આ સમય દરમ્યાન પાયલટ ચર્ચા કરતા રહ્યા હતા કે પ્લેનને કેવી રીતે લેન્ડીંગ કરાવવામાં આવે. દરમ્યાન પ્લેનનો નીચેનો ભાગ અલગ થઇ ગયો હતો. વિમાનના તૂટેલા હિસ્સાને જોઇને અંદર બેઠેલા મુસાફરોના શ્વાસ અટકી ગયા હતા. પરંતુ પાયલટે આશા છોડી નહતી. તેઓએ વિમાનનું વજન ઘટાડવાનો નિર્ણય કર્યો અને હવામાં જ પ્લેનનું ફયુઅલ (ઇંધણ) નીચે ઢોળવાનું શરુ કર્યુ. વિમાનનું વજન જેટલું ઓછું થાય તેટલું ઇમરજન્સી લેન્ડીંગ સમયે ઓછો આંચકો આવે. સાથોસાથ વિમાનના ઘર્ષણના કારણે આગ લગવાની શકયતા પણ ઓછી થઇ જાય. લગભગ પર મિનિટ હવામાં જ ફયુઅલ ઢોળ્યા બાદ જયાંથી ઉડ્ડયન કર્યુ હતું ત્યાં જ પાયલટે ઇમરજન્સી લેન્ડીંગ કરાવ્યું. આ અકસ્માતમાં કોઇ નુકસાન થયું નહતું. પરંતુ વિમાનમાં બેઠેલા મુસાફરોએ મૃત્યુને નજીકથી જોઇ લીધું હતું.