ઓસ્ટ્રેલિયા : દુનિયાનો એકમાત્ર અનોખો જીવ, જે ફુલોમાંથી પરાગ ખાઇને રહે છે જીવિત
મોટાભાગના પક્ષીઓ, નાના સસ્તનધારી નાના કીડા કે ફુલછોડની પત્તીઓ પર નિર્ભર હોય છે. પરંતુ ટ્વિટર એકાઉન્ટ પર તાજેતરમાં હની પોસમ જીવનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હની પોસમ જીવન ફુલમાંથી પરાગ ખાઇ રહ્યાનું જોવા મળે છે.
દુનિયા અજીબગરીબ જીવોથી ભરેલી છે. જેમાં અનેક જીવની રહેણીકરણી, ખાણીપીણી વિચિત્ર હોય છે. જે મોટાભાગના ન અગાઉ જોયું કે સાંભળ્યું હોય છે. હની પોસમ જીવ દેખાવમાં ઉંદર જેવો હોય છે. પરંતુ તે વાસ્તવમાં ઉંદર પ્રકારનો નથી હની પોસમ ઉંદરની જેમ રોટલી કે પનીર ખાતો નથી. તે ફકત ને ફકત માત્ર ફુલોમાંથી પરાગ જ ખાય છે. મતલબ કે તે દુનિયાનો એકમાત્ર જીવ છે જે પરાગ ખાઇને જીવે છે.
જો કે અન્ય જંતુ હવામાં ઉડીને ફુલોમાંથી પરાગ પણ ખાતા હોય છે. પરંતુ હની પોસમ ઉડી શકતો નથી. આથી તેણે ફુલો પર ચઢીને તેમાંથી પરાગ મેળવવો પડે છે. જો કે તેનું મ્હોં લાંબુ હોવાથી તેને પરાગ ખાવામાં ઝાઝી પરેશાની પડતી નથી. પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના પરાગ આધારીત હની પોસમ જોવા મળે છે.