પ્રધાનમંત્રી જેમ્સ મોદીને પગે લાગ્યા
પાપુઆ ન્યુ ગિનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં વડાપ્રધાન જેમ્સ મારેપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મારેપે મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યુ હતું. આ પછી એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ઇન્ડો પેસિફિક ક્ષેત્રની કોઇ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.
પાપુઆ ન્યુ ગિની સરકારે તેની પરંપરા તોડતા પીએમ મોદીનું સ્વાગત કર્યુ. વાસ્તવમાં, આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઇ વિદેશી મહેમાનનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ ભારતનું મહત્વ જોઇને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે.
પીએમ મોદી ૨૨ મેના રોજ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારેપ અને નવા ગવર્નરસર બોબ ડેડ સાથે વાતચીત કરશે. આ પછી, તેઓ પેસિફિક ટાપુ દેશોના નેતાઓ સાથે યોજાનારી ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશનસમિટ (ઊકડકઈ)માં ભાગ લેશે.
આ બેઠક માટે તમામ ૧૪ ટાપુ દેશોના વડાઓ પાપુઆ ન્યુ ગિની પહોંચીગયા છે. ઊકડકઈની શરૂઆત ૨૦૧૪માં મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. પીએમ મોદીસાથે આ દેશોની આ ત્રીજી બેઠક હશે.
પીએમ મોદી ૨૩ મેના રોજ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. ૨૪મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટની અલ્બેનીઝને મળશે. ૨૫મીએ સવારે દિલ્હી પરત ફરશે.