પીએમ મોદી ઓસ્ટ્રેલિયામાં પહોંચતા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરાયું
-સિડની પહોંચ્યા બાદ મોદીનું ઓસ્ટ્રેલિયાના હાઇકમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું -સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો -ભારતના સન્માનમાં સિડનીના હેરિસ પાર્કનું નામ બદલી લિટલ ઇન્ડિયા કરવામાં આવ્યું -વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ભારતીય સમુદાયના લોકોએ ભારત માતાની જયના લગાવ્યા નારા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. રવિવારે જાપાનમાં જી-૭ બેઠકમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી હિંદ પ્રશાંત મહાસાગરના દેશ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. જયાં પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાપુઆ ન્યુ ગિનીથી વડાપ્રધાન સીધા ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને ખૂબ ઉત્સુક છે અને તેમણે પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત અંગે ખુશી વ્યકત કરતું નિવેદન જાહેર કર્યુ છે.
૨૦૧૪ બાદ બીજી વખત પીએમ મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન ૨૪મે સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે. ભારતના સન્માનમાં સિડનીના હેરિસ પાર્કનું નામ બદલવામાં આવ્યું છે. હવે તેનું નામ બદલીને લિટલ ઇન્ડિયા કરવામાં આવ્યું છે. પીએમએ મંગળવારે સિડનીમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક સપ્તાહ સુધી વિદેશ પ્રવાસ ગયા છે. આ અંતર્ગત આજ રોડ તેઓ ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા હતા, જયાં તેમનું ઉમકાળભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સિડની પહોંચ્યા બાદ મોદીનું ઓસ્ટ્રેલિયાના હાઇકમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગતમાં ભારતીય સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તેઓએ આ પ્રસંગે 'વંદે માત્તરમ' અને 'ભારત માતાની જય' નારા પણ લગાવ્યા હતા. ભારતીય સમુદાયના લોકોએ સિડનીમાં પીએમ મોદીને ગીત સંભળાવ્યું હતું ગીત સંભાળતા જ પીએમ મોદી ગદગદ થયા ઉપરાંત તેમણે ગીત ગાનાર મહિલાના વખાણ પણ કર્યા હતા.
ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં પીએમ મોદી એન્થોની અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તે બિઝનેસ મીટિંગ્સઅને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. વિદેશ સચિવ વિનય કવાત્રાએ માહિતી આપતા કહયું કે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક ઉપરાંત ગર્વનર જનરલ ડેવિડ હર્લી સાથે પણ મુલકાત કરશે. તેઓ અગ્રણી સીઇઓને પણ મળશે અને ભારતીય સમુદાયને સંબોધન કરશે. પીએમ મોદી માટે અલ્બાનીઝ ડિનરનું આયોજન કરશે.