ઓસ્ટ્રેલિયામાં ઘરના તોતિંગ ભાડાથી પરેશાન લોકો, વિદ્યાર્થીઓ તંબુમાં સૂવા મજબૂર
ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરી-માર્ચમાં મુસાફરી અને રહેઠાણ ખર્ચમાં ૩૯ ટકાથી વધુનો વધારો થયો છે
ઓસ્ટ્રેલિય આ દિવસોમાં મોંઘવારથી પીડાઇ રહ્યું છે. દેશના લોકો ઘરના વધતા ભાડાથી સૌથી વધુ પરેશાન છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયન ગ્રાહકોને રોજિંદા ખર્ચના ક્ષેત્રો ઘટાડવાની ફરજ પડી રહી છે. દરમિયાન, અહેવાલો દાવો કરે છે કે ઓસ્ટ્રેલિયાના મોટા સુપરમાર્કેટોએ રોગચાળા દરમિયાન નફાના માર્જિનમાં વધારો કર્યો છે, જેણે ફુગાવાને વેગ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયનો આ દિવસોમાં ભારે મોંઘવારીની ઝપેટમાં છે. ૩૦-૩૪ વર્ષની વયના ઓસ્ટ્રેલિયન અને જેઓ તેમના ઘર ભાડે આપે છે તેઓ આવાસ ખર્ચમાં વધારો થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. કોમબેંક આઇકયુના અહેવાલ મુજબ, ફુગાવાને અનુરૂપ આવશ્યક વસ્તુઓ પર ખર્ચ વધી રહયો છે. ઓસ્ટ્રેલિયન ગ્રાહકોને રોજિંદા ખર્ચના ક્ષેત્રોમાં ઓછો ખર્ચ કરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરી-માર્ચમાં મુસાફરી અને રહેઠાણ ખર્ચમાં ૩૯ ટકાથી વધુનો વધારો થયો છે.
રિપોર્ટમાં વયજૂથ અનુસાર ખર્ચ પેટર્નમાં મોટો તફાવત જોવા મળ્યો છે. જયારે વૃદ્ઘ ઓસ્ટ્રેલિયનો ખર્ચમાં વધારો કરી રહયા છે, ત્યારે યુવાન ગ્રાહકો પાછળ ઘટાડો કરી રહયા છે. વાર્ષિક ખર્ચના માત્ર ૩.૪ ટકા૩૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા ખર્ચવામાં આવે છે. ૩૫વર્ષથી વધુ ઉંમરના લોકો જે ખર્ચ કરે છે એના કરતાં આ લગભગ અડધો છે. ૨૫-૨૯ વર્ષની વયના ઓસ્ટ્રેલિયનો સૌથી ઓછો ખર્ચ કરે છે. ૧૮-૨૪ વર્ષના ઓસ્ટ્રેલિયન માટે તેમનો સરેરાશ ખર્ચ પણ વધી ગયો છે.
કોમાબેક આઇકયુએ કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા અને ડેટા સાયન્સ અને અક કંપની ધ કવોન્ટમ ગ્રુપનું સંયુકત સાહસ છે.
હાઉસિંગ અને ભાડાની કટોકટી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર કરી રહી છે. ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગરીબી, નબળા સ્વાસ્થ્ય અને ઘરવિહોણા થવાના ગંભીર જોખમમાં છે. ચીનના ૨૭ વર્ષીય જો જિઆંગે કહયું કે તે હોસ્ટેલની અંદર તંબુમાં સુવા માટે અઠવાડિયામાં ૩૦૦ ડોલર ચૂકવે છે. પર્થમાં, ઝિમ્બાબ્વેની ૨૭ વર્ષીય શર્લિને કહયું કે અઠવાડિયા માટે બેઘર આશ્રયસ્થાનમાં સૂવાની ફરજ પડી હતી.
ઓસ્ટ્રેલિયાના મોટા સુપરમાર્કેટોએ રોગચાળા દરમિયાન નફાના માર્જિનમાં કેટલાક ટકા પોઇન્ટનો વધારો કર્યો છે. જેણે ફુગાવાને વેગ આપ્યો છે પાંચ વર્ષના સમયગાળામાં કોલ્સ અને વુલવર્થ્સના નાણાંકીય હિસાબોનું વિશ્લેષણ દર્શાવે છે કે મોટા સુપરમાર્કેટસે રોગચાળાનો ઉપયોગ માત્ર વધુ સામાન વેચવા માટે જ કર્યો ન હતો. પરંતુ વેચાણ ટર્નઓવરને પણ વેગ આપ્યો હતો.
કોલ્સે જણાવ્યું હતું કે વધેલું માર્જિન અન્ય ક્ષેત્રોમાં બચતને કારણે હતુ, જયારે વૂલવથ્ર્સ જણાવ્યુ હતું કે ફુગાવો સપ્લાયર્સને ચૂકવવામાં આવતા ઊંચા જથ્થાબંધ ભાવો દ્વારા પ્રેરિત છે.જો કે સુપરમાર્કેટ સેકટરના વધતા નફાના માર્જિન સૂચવે છે કે તે ખર્ચ અને ઉર્જા બિલ જેવા અન્ય વધતા બિઝનેસ ખર્ચને આવરી લેવા માટે દુકાનદારોને વધુ ચાર્જ કરી રહયું છે.
હાઉસીંંગની વધતી કિંમત ઓસ્ટ્રેલિયામાં સોશિયલ હાઉસીંગની અછતને આભારી છે. દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટો હિસ્સો અસુરિક્ષત આવાસ અને જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરી રહયો છે.