માઇક્રોન એ અમેરિકામાં મેમરી ચિપ્સના સૌથી મોટા ઉત્૫ાદકોનું એક
જી-૭ના નિવેદનથી નારાજ ચીન : અમેરિકાની ચિપના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ
જી-૭ દેશો દ્વારા જારી કરવામાં આવેલા સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ ક્ષેત્રમાં કોઇપણ પ્રકારનો સૈન્ય (ચીનનો) હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહી
ચીને રાષ્ટ્રીય સુરક્ષા જોખમને ટાંકીને અમેરિકા સ્થિત માઇક્રોન ટેકનોલોજીની ચિપ્સને દેશમાં વેચવા માટે પ્રતિબંધ મૂકયો છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે આ અંગે ચિંતા વ્યકત કરી છે. સાથે જ તેણે પ્રતિબંધનો વિરોધ કર્યો છે. એવું કહેવામાં આવી રહયું છે કે ં-૭ સમિટમાં જારી કરાયેલા સંયુકત નિવેદનથી ગુસ્સે ભરાયેલા ચીને આ પગલું ભર્યુ છે. ં-૭ દેશો દ્વારા જારી કરવામાં આવેલા સંયુકત નિવેદનમાં ચીન તરફ ઇશારો કરતા કહેવામાં આવ્યું હતું કે આ ક્ષેત્રમાં કોઇપણ પ્રકારનો સૈન્ય હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહી.
ઉલ્લેખનીય છે કે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહયો છે. આ દરમિયાન ચીને રવિવારે અમેરિકન ચિપ બનાવતી કંપની સામે મોટું પગલું ભર્યુ છે. સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇનાએ અહેવાલ આપ્યો છે કે સમીક્ષામાં જાણવા મળ્યું છે કે માઇક્રોનના ઉત્પાદનોમાં ગંભીર નેટવર્ક સુરક્ષા જોખમો છે, જે ચીનની મહત્વપૂર્ણ માહિતી ઇન્ફ્રાસ્ટ્રકચર સપ્લાય ચેઇન માટે નોંધપાત્ર સુરક્ષા જોખમ ઊભું કરે છે. આ ચીનની રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરે છે.
આના પર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ કહયું કે તે પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, જેનો હકીકતમાં કોઇ આધાર નથી. અમે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સત્તાવાળાઓ સાથે અમારી સ્થિતિની વિગત આપવા અને તેમની ક્રિયાઓની સ્પષ્ટતા કરવા માટે વાતચીત કરીશું. તેમણે ચીનના કાર્યોને કારણે મેમરી ચિપ માર્કેટમાં થતી વિકૃતિઓને સંબોધવા માટે સહયોગીઓ સાથે કામ કરવાની પણ વાત કરી હતી. માઇક્રોન એ અમેરિકામાં મેમરી ચિપ્સના સૌથી મોટા ઉત્૫ાદકોનું એક છે.
સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇનાની આ જાહેરાત વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વધુ એક ઘટનાક્રમ છે. ચીનના ચિપ નિર્માણ ઉદ્યોગ સામે યુએસ દ્વારા શ્રેણીબદ્ઘ પગલાંના અમલીકરણનો સમાવેશ થાય છે. ચીનના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઇનાની આ જાહેરાત જાપાનમાં ં-૭ નેતાઓની બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી છે. આ બેઠક બાદ સંયુકત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ચીનની ટીકા કરતા કહયું હતું કે તેણે પોતાનું વર્તન બદલવું જોઇએ.