ગળતેશ્વર : મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી પીસ્ટલ અને બે કારતુસો સાથે બે ઝડપાયા
ઈન્દોરના બંને શખ્સો કારમાં સવાર થઈને આવી પહોંચ્યા હતા
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા ચેક પોસ્ટ પાસેથી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન કારમાં આવી પહોંચેલા બે શખ્સો પાસેથી દેશી બનાવટની પીસ્ટલ અને બે જીવતા કારતુસો જપ્ત કરીને આર્મ્સ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન હથિયારોની હેરાફેરી અને વેચાણ અંગેની વધુ માહિતી બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ સેવાલીયા પોલીસના જીઆરડીના સભ્યો ગતરોજ સેવાલીયા પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતે હાજર હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી એક વર્ના કાર નંબર સ્ઁ-૦૯, ઉન્-૬૪૨૭ને અટકાવી હતી. જેમાં કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ સવાર હોય તેમની પુછપરછ કરતા આ બંન્નેએ પોતાના નામ અબ્દુલમલિક અબ્દુલમજીદ ખાન અને મહંમદઈમરાન મહંમદઅબ્દુલગફાર ખાન (બંન્ને રહે.વિજયનગર, ઈન્દોર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરતા તેમની પાસેથી એક દેશી પિસ્ટલ તેમજ ૨ જીવતા કારતૂસ મળી આવતાં કબ્જે કર્યા હતા. ં પોલીસે કાર અને મોબાઈલ ફોન તેમજ રોકડ રૃપિયા મળી કુલ રૃપિયા ૫,૨૭,૦૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યાં લઈ જવામાં આવતાં હતાં તે દિશામાં પોલીસે તપાસ હાથ ઘરી છે.