Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
પાકિસ્તાન : ઇમરાન ખાનની સમર્થક ખાદીજા શાહની ધરપકડ, જિન્નાહ હાઉસ પર હૂમલાની આગેવાની કરવાનો આરોપ
-તેણીના પતિ અને પરિવારના અન્ય સભ્યોની ધરપકડ થઇ ચૂકી છે -લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસની બહાર વિરોધનો ભાગ હતી, પરંતુ લોકોને હિંસા માટે ઉશ્કેરવા સહિત કોઇપણ ગેરરીતિનો ઇન્કાર કર્યો હતો : ખાદીજા
25/05/2023 00:05 AM Send-Mail
પીટીઆઇના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ પાટી છોડી
ઇમરાનની સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યુ હતું કે મારા અગાઉના નિવેદન્માં જયાં મેં ૯ મેની ઘટનાઓની સ્પષ્ટ નિંદા કરી હતી, ત્યાં મેં રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેથી મેં પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યું છે અને ઇમરાન ખાનથી અલગ થઇ રહયો છું. ફવાદ ચૌધરીએ ઇમરાન સરકાર દરમિયાન માહિતી અને પ્રસારણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ પીટીઆઇના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પાર્ટીના પ્રવકતા પણ હતા.

પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના સમર્થક ફેશન ડિઝાઇનર ખાદીજા શાહની જિન્નાહ હાઉસ હૂમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ ૯ મેના રોજ જિન્નાહ હાઉસ પર હૂમલો કર્યો હતો. પંજાબ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે લાહોર કોર્પ્સ કમાન્ડરહાઉસ હૂમલાની ' મુખ્ય શંકાસ્પદ' ખાદીજા શાહને કસ્ટડીમાં લેવામાં આવી છે.

ખાદીજા શાહે અધિકારીઓ સમક્ષ આત્મસમપર્ણ કર્યુ ન હતું. અગાઉ દાવો કર્યો હતો કે તે તેમની સમક્ષ પોતાને રજૂ કરશે. તેના પતિ અને પરિવારના અન્ય સભ્યોની ધરપકડ થઇ ચૂકી છે. પીટીઆઇના વડા ઇમરાન ખાનની આ મહિને ૯ મેના રોજ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર પાકિસ્તાનમાં હિંસક વિરોધ થયો હતો. તેમના પક્ષના નેતાઓ અને સમર્થકોએ જિન્નાહ હાઉસમાં ઘુસીને તેને આગ લગાડી અને અનેક લશ્કરી સંસ્થાઓ પર હૂમલો કર્યો હતો.

પંજાબના વચગાળાના મુખ્ય પ્રધાન મોહસિન નકવીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે આર્મી ઇન્સ્ટોલેશન પર હૂમલામાં સામેલ મહિલાઓની કોઇપણ કિંમતે ધરપકડ કરવામાં આવશે. શરણાગતિના દિવસો પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં શાહને તેનો પરિવાર આ દિવસોમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહયો છે તે જણાવતા સાંભળી શકાય છે, એમ ધ એકસપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે. તેણીએ સ્વીકાર્યુ કે તે પીટીઆઇની સમર્થક છે અને લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસની બહાર વિરોધનો ભાગ હતી. પરંતુ લોકોને હિંસા માટે ઉશ્કેરવા સહિત કોઇપણ ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. ખાદીજા શાહે રવિવારે એક વોઇસ નોટ બહાર પાડી અને કહ્યું કે તે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા જઇ રહી છે અને તેણે પોતાની ભૂલ સ્વીકારી છે. શાહે સ્વીકાર્યુ કે તેણે ગુસ્સા અને લાગણીમાં સૈન્ય નેતૃતવ વિરૂદ્ઘ 'અયોગ્ય' ટ્વિટસ કર્યા હતા, પરંતુ તે હવે કાઢી નાખવામાં આવ્યા છે. તેણે કહ્યું, હું પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા જઇ રહી છું. મેં આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે છેલ્લા પાંચ દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલ રહયા છે. અધિકારીઓ અડધી રાત્રે મારા ઘરમાં ઘૂસી ગયા અને મારા પતિ અને પિતાનું અપહરણકર્યુ' તેણીએ કહયું. તેઓ મારા બાળકોની સામે મારા પતિને માર માર્યો... મારા ઘરના નોકરોને પણ ત્રાસ આપવામાં આવ્યો. પીટીઆઇ સમર્થકે વધુમાં કહયું કે તેણે કોઇ કાયદા કે દેશના બંધારણનું ઉલ્લંઘન કર્યુ નથી. તેણે ગયા વર્ષ પીટીઆઇના અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. શાહ ડો. સલમાન શાહની પુત્રી છે, જેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની નાણાકીય ટીમના સભ્ય હતા અને પંજાબમાં ઉસ્માન બુજદાર સરકાર દરમિયાન સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. તે ભૂતપૂર્વ આર્મી ચીફની પૌત્રી પણ છે. સૈન્ય અને સંઘીય સરકારે નિર્ણય લીધો છે કે લશ્કરી સ્થાપનો પર હૂમલામાં સામેલ તમામ ઉપદ્રવીઓ સામે પાકિસ્તાન આર્મી એકટ અને ઓફિશિયલ સિક્રેટ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ : કેનેડાના રક્ષામંત્રી

કેનેડા : હિટલરનું સમર્થન કરનારા પૂર્વ સૈનિકનું સંસદમાં સન્માન કરાયા બાદ સ્પીકરે માંગી માફી

તાઈવન સ્ટ્રેટસમાં ચીનની અણુ સબમરીન ડૂબી ગઈ

અઝરબૈજાનો આર્મનિયા પર હુમલો : ૨૪ કલાકમાં કારાબાખ પ્રદેશ પર કબજો કર્યો, ૨૦૦ના મૃત્યુનો દાવો

યુએઈમાં ટી-૧૦ લિગમાં ફિક્સીંગ અંગે ૩ ભારતીય સહિત ૮ સામે આરોપ

હેટક્રાઈમ વધવાની શક્યતા : કેનેડામાં રહેતાં ભારતીયો, વિદ્યાર્થીઓને ભારત સરકારે ચેતવ્યા

રશિયાનું આતંકવાદી વલણ, બાળકોને હથિયાર બનાવી રહ્યું છે: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

કેનેડાએ ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ લગાવતા ભારત નારાજ : રાજદ્વારીઓને કાઢી મૂકાયા