ગુજરાત આવતા પહેલા બાબા બાગેશ્વરની સુરક્ષામાં વધારો, સરકાર આપશે વાય કેટેગરીની સુરક્ષા
-થોડાક સમય પહેલા બાબા બાગેશ્વરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી -કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એમપી સરકારે પણ આ અંગે આદેશ જારી કર્યો
પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા બાગેશ્વરના ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીની સુરક્ષામાં વધાારી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ સરકારે તેમને વાય કેેટેગરીની સુરક્ષા આપી છે. આ આદેશ મધ્યપ્રદેશના કાયદો અને વ્યવસ્થા સુરક્ષાના આઇજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેની નકલ તેણે અન્ય રાજયોના પોલીસ વિભાગને પણ મોકલી છે.
ઉલ્લેખનીય છે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ અજાણ્યા લોકો દ્વારા હૂમલાની ધમકી મળી છે. વાય કેટેગરીની સુરક્ષામાં ૧૧ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેની પાસે બે ખાનગી સુરક્ષા ગાર્ડ પણ છે. આ શ્રેણીમાં કમાન્ડો તૈનાત કરવામાં આવતા નથી.
બાબા બાગેશ્વરને વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી લીલીઝંડી પણ મળી ગઇ છે. જે બાદ મધ્યપ્રદેશ સરકારે પણ આ અંગે આદેશ જારી કર્યો છે. તમામ રાજયોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જોગવાઇઓ હેઠળ પણ જો ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રી તેમના રાજયમાં આવે છે, તો તેમને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.
થોડાક સમય પહેલા બાબા બાગેશ્વરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ઉપરાંત પણ બાબાને દેશભરમાં આયોજીત કાર્યક્રમોમાં લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા આપવામાં આવી છે.
ગુજરાતમાં અમદાવાદ,સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં હાલ જયારે બાબાના દિવ્ય દરબારના કાર્યક્રમો થવા જઇ રહયા છે જેમાં બાબા ૨૯-૩૦ મેના રોજઅમદાવાદમાં દિવ્ય દરબાર ભરાશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ભાજપના તમામ નેતાઓને આમંત્રણ મળ્યું છે.