Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
નરસંડામાં ઠાકોર કોમના બે પરિવાર વચ્ચે નજીવી બાબતે ધીંગાણું : પાંચ ઘાયલ
યુવાનની મશ્કરી તેમજ દારૂખાનું ફોડવા બાબતે બન્ને પક્ષો વચ્ચે લાકડાના ડંડા તેમજ લોખંડની પાઈપથી થયેલી સામસામી મારામારી
25/05/2023 00:05 AM Send-Mail
નડિયાદના નરસંડા ગામ ખાતેની રબારી ભાગોળે સામાન્ય બાબતે ઠાકોર કોમના બે પરિવાર વચ્ચે થયેલ મારામારીમાં બંને પક્ષે મળી પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના બનાવની ચકલાસી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવા પામી છે.

નરસંડા ગામની ચકલાસી ભાગોળ માલાવાડામાં રહેતા સતીષ ઉર્ફે સતલો અશોક ઠાકોર (ઉં.વ.૨૫)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેના કાકા દશરથ ઉર્ફે મફત જયરામ ઠાકોરના દીકરા રોનકને નજીકમાં રહેતા અજીત ઉર્ફે ગોપાલ નટુ પરમાર થોડા સમયથી ચીઢવતો હતો. જે બાબતે દશરથ ઉર્ફે મફતે ગઈકાલે સાંજના સમયે અજીત ઉર્ફે ગોપાલ અને તેના મિત્રોને ઠપકો આપ્યો હતો. જેને પગલે બંને પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા પછી સમાધાન થયું હતું.

ત્યારબાદ આ બધી સતીષ ઉર્ફે સતલાના મંગળફૂવા તકરાર કરાવી રહ્યા છે તેમ જણાવી અજીત ઉર્ફે ગોપાલ તેના મિત્રો ભરત બાબુભાઈ વાઘેલા તથા હસમુખ રમેશભાઈ પરમારને લઈ સતીષ ઉર્ફે સતલાના ફુવાના ઘરે ગયો હતો અને ત્રિપુટી તેમને ગાળો બોલતી હોય સતીષ ઉર્ફે સતલો તેમજ પડોશમાં રહેતા મફત હરમાનભાઈ પરમાર તથા તેના દિકરા પરેશ મફતભાઈ પરમારે ત્રિપુટીને ગાળો બોલવાની ના પાડી હતી. જેને લઈ ઉશ્કેરાયેલ અજીત ઉર્ફે ગોપાલ તેના મિત્રો ભરત વાઘેલા અને હસમુખ પરમાર લોખંડની પાઈપ તેમજ લોખંડની એંગલ અને લાકડી વડે હૂમલો કરી ત્રણેયને ઈજા પહોંચાડી હતી. સામા પક્ષે નરસંડા ગામમાં રબારી ભાગોળ માલાવાડમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ વાઘેલા (ઉં.વ.૩૨) નોંધાવેલ ફરિયાદ મુજબ ફળિયામાં અમારો તેમજ મફત જયરામભાઈ ઠાકોરના બે પક્ષ પાડ્યા છે. બંને પક્ષો દ્વારા તહેવારોની અલગ-અલગ ઉજવણી કરવામાં આવે છે. ભરતના ઘેર તા. ૨૧મેના રોજ ઉજવવામાં આવેલ માતાજીના પ્રસંગમાં તેના પક્ષના છોકરાઓએ દારૂખાનું ફોડ્યું હતું. એ સંદર્ભ મફતભાઈ ઠાકોર અને તેના પક્ષના લોકો ગઈકાલે સવારના સમયે ચર્ચા કરી હતી એની જાણના પગલે સાંજના સમયે ભરતભાઈ અને કુટુંબી ભાઈ રાજુ જશુ પરમારે મફત જયરામ પરમારને ભાગોળે બોલાવી સમજાવ્યા હતા પછી બંને મંગળફુવાના ઘરે ગયા હતા. આ સમયે ફળિયામાં ગાળો બોલતા આવેલ કીશન મફત પરમાર, સતીષ અશોક ઠાકોર, પરેશ મફત પરમાર તથા મફત હરમાન પરમારે ઝઘડો કર્યો હતો અને ચંડાળ ચોકડીએ આ લોકોને મારી નાંખીએ તેમ જણાવી લાકડા ડંડા તેમજ લોખંડની પાઈપ વડે હૂમલો કરી ભરત વાઘેલા અને છોડાવવા વચ્ચે પડેલ ભાઈ અજીત ઉર્ફે નટુને ઈજા પહોંચાડી હતી. આ દરમ્યાન બૂમાબૂમના પગલે ભરત વાઘેલાના પક્ષના લોકો દોડી આવતા ચંડાળ ચોકડી તેના પક્ષના લોકોના મકાન પર પથ્થમારો કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

ઠાસરા : મિત્રતામાં હાથઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

નડિયાદ : કારની અડફેટે વીજપોલ તૂટી જતાં ઠપકો આપવા ગયેલ ઈસમ પર હૂમલો

ઠાસરા : તમાકુ વેચાણ રાખ્યા બદલ આપેલ બે ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

નડિયાદ : પીપળાતા ગામની બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બે શખ્સો દ્વારા ચોરીનો પ્રયાસ

કઠલાલ : ફાગવેલ પાસેથી ૬.૯૧ લાખના વિદેશી દારૂ બીયર સાથે બોલેરો પીકઅપનો ચાલક ઝડપાયો

ડાકોરમાં માતેલા સાંઢની જેમ આવતી કાર ચા-નાસ્તા-ગલ્લાની કેબિનોમાં ઘુસી ગઈ, ૬ ઘાયલ

નડિયાદ તાલુકાના મહોળેલ અને આજુબાજુના ગામોમાંથી ૯ પશુની ચોરી થતા ફરિયાદ

મહુધા નજીકથી ચાલુ આઈશર ટ્રકમાં જુગાર રમતાં ૪૨ શખ્સો ૪.૭૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા