ગુજરાત બોર્ડ ધો.૧૦નું ૬૪.૬૨ ટકા પરિણામ : એ-ગ્રેડમાં ૬૧૧૧ વિદ્યાર્થીઓ
ગત વર્ષ કરતાં ૦.૫૬ ટકા ઓછું રિઝલ્ટ : સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫ ટકા, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું ૪૦.૭૫ ટકા પરિણામ : બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર ૯૫.૯૨ ટકા પરિણામ મેળવીને રાજયમાં મોખરે : ૩૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી ૧૦૮૪ સ્કૂલો
ઝીરો ટકા પરિણામ વાળી ૧૫૭ સ્કૂલો
આ વખતે રાજયમાં ૯૫૮ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાજિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૯૨ ટકા પરિણામ આવ્યું છે. જયારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછું ૧૧.૯૪ ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગુજરાતની ૨૭૨ શાળાનું પરિણામ ૧૦૦ ટકા જાહેર થયું છે જયારે ઝીરો ટકા પરિણામ ધરાવતી ૧૫૭ શાળા છે તો ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા ૧૦૮૪ છે. જયારે શાળા ૧૫૭ શાળાનું પરિણામ શૂન્યટકા રહયું છે. જયારે ગત વર્ષઆ સંખ્યા ૧૨૧ હતી.
સી ૧ ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
જેમાં એ-ગ્રેડમાં ૬૧૧૧, બી-ગ્રેડમાં ૪૪૪૮૦, બી-૧ ગ્રેડમાં ૮૬૬૧૧, બી-૨ ૧,૨૭,૬૫૨, સી-૧ ૧,૩૯,૨૪૮, સી-૨ ૬૭૬૭૩, ડી ૩૪૧૨, ઇ-૬ પરીક્ષાઓ ઉતીર્ણ થયા છે. આ પરિણામ અનુસાર એ-૧ ગ્રેડમાં પણ ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઓછું આવ્યુંં છે.જયારે સી-૧ ગ્રેડમાં ગત વર્ષ કરતાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓજોવા મળી રહયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ સવારે ૮ વાગે જાહેર થઇ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ દરમિયાન ધોરણ-૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજયના ૯.૫૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૪.૬૨ ટકા પરિણામ જાહેર કરાયું છે.
ધોરણ-૧૦ની પરીક્ષા સમગ્ર રાજયના ૯૫૮ કેન્દ્રોમાં લેવામાં આવી હતી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર ૯૫.૯૨ ટકા પરિણામ મેળવીને મોખરે રહયું છે. જયારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર ૧૧.૯૪ ટકા મેળવી સૌથી છેલ્લે રહેલું છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહયો છે. અહીં ૭૬.૪૫ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં ગત વર્ષ ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર થયું હતું. ગુજરાતી માધ્યમનું ૬૨.૧૧ ટકા, અંગ્રેજી માધ્યમનું ૮૧.૯૦ ટકા પરિણામ રહયું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર-૯૫.૯૨ ટકા
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર ૧૧.૯૪ ટકા
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત -૭૬.૪૫ ટકા
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ ૪૦.૭૫ ટકા
૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલ -૨૭૨
૩૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલ -૧૦૮૪
ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો ૬૧૧૧ વિદ્યાર્થીઓને અ૧ ગ્રેડ, ૪૪૪૮૦ વિદ્યાર્થીઓને અ-૨ ગ્રેડ, ૮૬૬૧૧ વિદ્યાર્થીઓને ઇ-૧ગ્રેડ, ૧૨૭૬૫૨ વિદ્યાર્થીઓને ઇ-૨ગ્રેડ,૧૩૯૨૪૮ વિદ્યાર્થીઓને ઈ-૧ગ્રેડ, ૬૭૩૭૩ વિદ્યાર્થીઓને ઈ-૨ગ્રેડ, ૩૪૧૨વિદ્યાર્થીઓને ં જયારે ૬ વિદ્યાર્થીને ઉ-૧ગ્રેડ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષા આપનાર ૯.૫૬ લાખ વિદ્યાર્થીઓમાં ૭.૪૧ રેગ્યુલર વિદ્યાર્થીઓ, ૧૧,૦૦૦ પ્રાઇવેટ વિદ્યાર્થીઓ, ૫૦૦૦ ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ, ૧.૬૫ લાખ રીપિટર વિદ્યાર્થીઓ, ૩૩,૦૦૦ આઇસોલેટેડ વિદ્યાર્થીઓઅને ૪૦૦૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજયભરના ૮૩ ઝોનમાં ૩૧,૮૧૯ બ્લોકમાં ૯૫૮ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી.
બે દિવસ પહેલા બોર્ડ દ્વારા પરિણામની તારીખ અને સમયની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી. તે સમયે બોર્ડે જણાવ્યું કે વિદ્યાથીૃઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નૂમનામાં કરવાની રહેશે.
પુરક પરીક્ષા-૨૦૨૩ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરકપરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે,જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.