Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લાનું ધો.૧૦નું પ૭.૬૩ ટકા પરિણામ
ગત વર્ષ કરતાં પરિણામમાં ર.પ૯ ટકાનો ઘટાડો
26/05/2023 00:05 AM Send-Mail
એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર પરીક્ષાર્થીની જુલાઇમાં પૂરક પરીક્ષા
માર્ચ ર૦ર૩ની ધો.૧૦ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ હોય તેઓ જુલાઇ ર૦ર૩ની પૂરક પરીક્ષા આપી શકશે. આ પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાના રહેશે. આવેદનપત્રો તથા ફી શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. આ માટે એક વિષયની ફી રૂ. ૧૩૦ અને બે વિષય માટે રૂ. ૧૮પ રહેશે. વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પરીક્ષા ફી ભરવામાંથી મુકિત આપવામાં આવેલ છે. પૂરક પરીક્ષા માટે આણંદ જિલ્લામાં આણંદ અને ખેડામાં નડિયાદ પરીક્ષા કેન્દ્ર રહેશે.

આણંદ જિલ્લામાં A થી D ગ્રેડ સુધીમાં ઉત્તીર્ણ થનારની સંખ્યામાં ઘટાડો : સૌથી વધુ A૧માં ઘટાડો, ગત વર્ષ ર૯૮ સામે આ વર્ષ ૧૩૩
વર્ષ નોંધાયેલ પરીક્ષામાં A૧ A૨ B૧ B૨ C૧ C૨ D E૧ E૨ EQC વિદ્યાર્થી હાજર ૨૦૨૨- ૨૮૧૩૮- ૨૭૭૮૫- ૨૯૮- ૧૩૧૩ ૨-૮૦૫- ૪૦૪૭ -૪૮૧૯- ૩૨૮૨ -૨૭૯- ૬૧૩૯- ૪૮૦૨- ૧૬૮૪૪ ૨૦૨૩- ૨૫૫૩૬ -૨૫૩૮૭- ૧૩૩- ૧૦૦-૩૨૨૦૫- ૩૭૬૦ ૪-૬૩૭ ૨૬૭૯- ૧૫૬- ૬૫૦૯- ૪૨૦૫- ૧૪૫૭૩

છેલ્લા પ વર્ષનું પરિણામ (ટકાવારી)
વર્ષ -આણંદ- ખેડા, ર૦ર૩ -૫૭.૬૩, ૫૭.૯૫, ર૦રર- ૬૦.૬૨, ૫૬.૭૧, ર૦ર૧ -કોરોના માસ પ્રમોશન, ર૦ર૦- ૫૫.૪૩, ૫૬.૪૭, ૨૦૧૯- ૫૯.૮૧ ૫૭.૩૭

આણંદ જિલ્લામાં ૦ અને ૩૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓમાં વધારો
વિગત ૦ ટકા ૧૦૦ ટકા ૩૦ ટકાથી પરિણામ પરિણામ ઓછું પરિણામ ર૦રર ર ૪ રપ ર૦ર૩ પ પ ૩૬

આણંદ જિલ્લાની પ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ
ટકાવારી- શાળા સંખ્યા, ૧૦ ટકા સુધી ૮, ૧૧થી ર૦ ટકા ૧૩, ર૧થી ૩૦ ટકા ર૦, ૩૧થી ૪૦ ટકા ૩૩, ૪૧થી પ૦ ટકા ૪૯, પ૧થી ૬૦ ટકા ૪પ, ૬૧થી ૭૦ ટકા ૪૭, ૭૧થી ૮૦ ટકા ૩૭, ૮૧થી ૯૦ ટકા ૩૪, ૯૧થી ૯૯ ટકા ૧૯, ૧૦૦ ટકા ૫

આણંદ જિલ્લાના કુલ ૪૦ પૈકી ગત વર્ષની સરખામણીએ ર૩ પરીક્ષા કેન્દ્રોના પરિણામમાં ઘટાડો : શીલી કેન્દ્રમાં સૌથી વધુ પ૯.૧પ ટકાનો ઘટાડો
પરીક્ષા કેન્દ્ર- પરીક્ષાર્થીઓની સંખ્યા - પરિણામ- નોંધાયેલા- ઉપસ્થિત- ઉત્તીર્ણ -ર૦ર૩- ર૦રર- તફાવત, આણંદ- ૩૧૩૪ ૩૧૨૧ ૧૯૧૧ ૬૧.૨૩ ૬૧.૨૭ -૦.૦૪, આંકલાવ- ૫૩૪ ૫૨૦ ૨૨૦ ૪૨.૩૧ ૬૩.૬૨ -૨૧.૩૧, બોરસદ -૧૭૧૧ ૧૬૯૬ ૧૨૪૬ ૭૩.૪૭ ૭૨.૪૪ ૧.૦૩, ખંભાત- ૧૫૩૬ ૧૫૨૬ ૮૯૧ ૫૮.૩૯ ૫૬.૩૭ ૨.૦૧, નાર -૫૦૨ ૫૦૦ ૧૯૦ ૩૮.૦૦ ૫૯.૮૯ -૨૧.૮૯, પેટલાદ- ૧૫૦૯ ૧૪૯૯ ૮૮૫ ૫૯.૦૪ ૬૧.૫૭ -૨.૫૩, સારસા -૮૮૯ ૮૮૪ ૫૧૧ ૫૭.૮૧ ૫૧.૪૮ ૬.૩૩, ઉમરેઠ- ૭૮૨ ૭૫૮ ૪૧૯ ૫૫.૨૮ ૫૬.૪૨ -૧.૧૫, વિદ્યાનગર- ૧૪૯૦ ૧૪૮૭ ૧૦૩૪ ૬૯.૫૪ ૭૧.૦૩ -૧.૪૯, ભાદરણ -૪૭૩ ૪૭૧ ૨૯૭ ૬૩.૦૬ ૬૭.૫૪ -૪.૪૮, વાસદ- ૩૫૧ ૩૪૪ ૨૨૨ ૬૪.૫૩ ૬૩.૦૧ ૧.૫૩, ચાંગા- ૨૧૩ ૨૧૧ ૧૪૬ ૬૯.૧૯ ૬૬.૫૨ ૨.૬૭, કરમસદ -૭૮૨ ૭૭૨ ૪૫૫ ૫૮.૯૪ ૬૨.૭૧ -૩.૭૮, મોગર- ૧૯૨ ૧૮૬ ૯૪ ૫૦.૫૪ ૩૨.૯૯ ૧૭.૫૫, આસોદર- ૩૯૮ ૩૯૭ ૨૭૩ ૬૮.૭૭ ૫૬.૦૭ ૧૨.૭૦, તારાપુર- ૭૬૮ ૭૬૩ ૨૯૮ ૩૯.૦૬ ૬૩.૨૫ -૨૪.૧૯, ઉંદેલ -૪૭૮ ૪૬૬ ૨૮૧ ૬૦.૩૦ ૫૩.૫૮ ૬.૭૨, સોજીત્રા- ૬૪૭ ૬૩૯ ૨૨૭ ૩૫.૫૨ ૫૧.૬૭ -૧૬.૧૫, ઓડ -૫૧૧ ૪૯૬ ૨૩૧ ૪૬.૫૭ ૫૫.૫૮ -૯.૦૦, નાવલી- ૨૧૦ ૨૦૯ ૧૦૮ ૫૧.૬૭ ૬૫.૯૮ -૧૪.૩૦, અલારસા- ૩૭૭ ૩૭૫ ૨૦૪ ૫૪.૪૦ ૫૯.૬૦ -૫.૨૦, દહેવાણ- ૮૨૪ ૮૦૮ ૪૦૬ ૫૦.૨૫ ૬૮.૭૪ -૧૮.૪૯, બોચાસણ- ૪૨૪ ૪૧૦ ૨૫૧ ૬૧.૨૨ ૬૭.૩૦ -૬.૦૮, બોરીયાવી- ૩૦૪ ૩૦૩ ૧૭૧ ૫૬.૪૪ ૬૫.૭૪ -૯.૩૦, સુણાવ- ૪૮૫ ૪૭૬ ૨૮૪ ૫૯.૬૬ ૫૯.૫૧ ૦.૧૬, જીણજ ૪૦૬ ૪૦૩ ૧૮૩ ૪૫.૪૧ ૬૬.૯૦ -૨૧.૪૯, રાસ- ૩૬૭ ૩૬૫ ૨૨૪ ૬૧.૩૭ ૬૧.૮૧ -૦.૪૪, બિલપાડ- ૭૧૪ ૭૧૧ ૪૪૧ ૬૨.૦૩ ૬૦.૭૧ ૧.૩૨, સામરખા- ૪૯૪ ૪૯૪ ૧૫૮ ૩૧.૯૮ ૨૯.૬૧ ૨.૩૭, થામણા- ૭૧૧ ૬૯૯ ૪૧૪ ૫૯.૨૩ ૬૨.૫૦ -૩.૨૭, નાપાડ- ૪૦૬ ૪૦૨ ૨૨૯ ૫૬.૯૭ ૫૨.૩૧ ૪.૬૬, મહેળાવ- ૨૫૮ ૨૫૮ ૧૦૫ ૪૦.૭૦ ૪૦.૬૯ ૦.૦૦, અડાસ- ૨૩૫ ૨૩૩ ૮૨ ૩૫.૧૯ ૩૫.૨૭ -૦.૦૮, કોસીન્દ્રા- ૩૫૪ ૩૫૨ ૨૩૬ ૬૭.૦૫ ૬૪.૪૨ ૨.૬૩, શીલી- ૩૫૦ ૩૪૯ ૬૩ ૧૮.૦૫ ૭૭.૨૦ -૫૯.૧૫, ભેટાસી- ૨૯૯ ૨૯૫ ૨૩૨ ૭૮.૬૪ ૭૭.૭૮ ૦.૮૭, ધુવારણ -૩૨૫ ૩૨૩ ૧૩૪ ૪૧.૪૯ ૪૫.૧૫ -૩.૬૬, ઇન્દ્રણજ- ૪૧૬ ૪૧૩ ૨૯૬ ૭૧.૬૭ ૮૧.૪૮ -૯.૮૧, બામણવા- ૭૧૬ ૭૦૨ ૪૩૯ ૬૨.૫૪ ૫૧.૪૦ ૧૧.૧૩, સુરેલી -૩૧૩ ૩૧૨ ૨૧૩ ૬૮.૨૭ ૪૮.૭૮ ૧૯.૪૯

ધો. ૧૦ : નોલેજ હાઇસ્કૂલ, બાકરોલની વિદ્યાર્થીની કૈયા શાહ ૯૯.૯૯ પીઆર સાથે રાજયમાં પ્રથમ
આજે જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં સમગ્ર રાજયમાં બાકરોલની નોલેજ હાઇસ્કૂલની વિદ્યાર્થીની કૈયા શાહે મેદાન સર કર્યુ છે. તેણીએ ૯૯.૯૯ પી.આર મેળવીને શાળા, પરિવાર અને જિલ્લાને રાજયસ્તરે ગૌરવ અપાવ્યું છે. દરરોજ ચારથી પાંચ કલાકની વાંચન-લેખનની મહેનત ઉપરાંત સ્કૂલમાં શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાના સહકારથી ઝળહળતી સફળતા સાંપડયાનું કૈયાએ જણાવ્યું હતું. આઇઆઇટી એન્જિનીયરક્ષેત્રે કારર્કિદી બનાવવાની ઇચ્છા હોવાનું તેણીએ જણાવ્યું હતું. નોલેજ હાઇસ્કૂલના ચેરમેન રાજુભાઇ ચૌહાણ સહિત હાઇસ્કૂલ પરિવારે આ ગૌરવ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, નોલેજ હાઇસ્કૂલના કુલ ૧૮૧ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. જેમાં એ-૧માં ૧ર તેમજ એ-રમાં પપ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળાનું પરિણામ સરેરાશ ૯૬ ટકા આવ્યું છે.

ધો.૧૦ના આજે જાહેર થયેલા પરિણામમાં આણંદ જિલ્લામાં પ૭.૬૩ ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આણંદ જિલ્લામાં ર.પ૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આણંદ જિલ્લામાં પરિણામમાં ઘટાડાની સીધી અસર એ-વન ગ્રેડ પર જોવા મળી છે. ગત વર્ષ ૨૯૮ની સામે આ વર્ષ ૧૩૩ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.

આણંદ જિલ્લામાં કુલ નોંધાયેલ રપપ૩૬ની સામે રપર૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો કે એ-વન ઉપરાંત અન્ય ગ્રેડમાં પણ ગત વર્ષની સરખામણીએ ઉર્ત્તીણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત જિલ્લાના કુલ ૪૦ પૈકીના ર૩ પરીક્ષા કેન્દ્રોના પરિણામમાં પણ ઘટાડો નોંધાયો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજે ઓનલાઇન તેમજ વોટસએપ નંબર દ્વારા પરિણામ મોકલવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓમાં સવારથી પરિણામ જાણવા ઉત્તેજના જોવા મળી હતી.

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય