Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લામાં ધો.૧૦નું પરિણામ પ૭.૯પ ટકા
સૌથી વધુ આંત્રોલી કેન્દ્રનું ૭૬.૬૦ ટકા અને સૌથી ઓછું સલુણ કેન્દ્રનું ર૭.૯૮ ટકા પરિણામ
26/05/2023 00:05 AM Send-Mail
એ-૧ ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો
ખેડા જિલ્લામાં ગત વર્ષ ધો.૧૦માં એ-૧ ગ્રેડ મેળવનાર ર૦૬ વિદ્યાર્થીઓની સામે આ વર્ષ સંખ્યા ૧૦૮ પહોંચી છે. મતલબ કે મોટી સંખ્યામાં થયેલ ઘટાડો શિક્ષણવિદ્દો સહિત વાલીઓમાં પણ ચિંતાનું કારણ બની છે.

ખેડા જિલ્લામાં ૦ ટકા પરિણામવાળી શાળામાં ઘટાડો, ૧૦૦ ટકામાં વધારો
ખેડા જિલ્લામાં ધો.૧૦ના ગત વર્ષના પરિણામમાં ૦ ટકા પરિણામવાળી ગત વર્ષ ૬ શાળાની સામે આ વર્ષ ૪ શાળા અને ગત વર્ષ ૪ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવવા સામે આ વર્ષ સંખ્યા વધીને ૧૦ થઇ છે. જયારે ૩૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા ગત વર્ષ જેટલી ૪૯ યથાવત રહી છે. જેથી શિક્ષણની ગુણવત્તા સામાન્ય સુધરી હોવાનું કહી શકાય.

ખેડા જિલ્લાનું ધો.૧૦નું પ૭.૯પ ટકા પરિણામ જાહેર થયું છે. સવારથી વિદ્યાર્થીઓએ મોબાઇલમાં ઓનલાઇન અને વોટસએપ મેસેજ દ્વારા પરિણામ જાણ્યું હતું. જિલ્લામાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ખેડા જિલ્લામાં કુલ ર૪૬પ૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૪ર૮૭ ઉર્ત્તીણ થયા છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેકસ નંબર નાંખીને માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી.

જિલ્લામાં ૮૬૩ વિદ્યાર્થીઓએ એ-ર ગ્રેડ, ર૦૦૭એ બી-૧ અને ૩૬૭૭ વિદ્યાર્થીઓએ બી-ર ગ્રેડ મેળવ્યો છે. જયારે ૪૬૯૬ વિદ્યાર્થીઓએ સી-૧ અને ર૭૭પએ સી-ર ગ્રેડ મેળવ્યો છે. કેન્દ્રવાઇઝ પરિણામમાં ૪૧ કેન્દ્રો પૈકી આંત્રોલી કેન્દ્રનું સૌથી વધુ ૭૬.૬૦ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું સલુણ કેન્દ્રનું ર૭.૯૮ ટકા છે. સમગ્ર જિલ્લાનું પરિણામ ત્રણ વર્ષની સરખામણીએ આ વખતે સામાન્ય વધારો જોવા મળ્યો છે. ખેડા જિલ્લામાં દિવ્યાંગ પરીક્ષાર્થીઓએ પણ સારા રીઝલ્ટ સાથે ધો.૧૦ની પરીક્ષા ઉર્ત્તીણ કરી છે. રાજયમાં ઉતરતા ક્રમમાં નોંધાયેલા પરિણામમાં ખેડા જિલ્લાનું સ્થાન છેલ્લેથી છઠ્ઠા ક્રમે છે. જે ગત વર્ષ છેલ્લાથી બીજા ક્રમે હતું.


ખેડૂતોને થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાની મહુધાના ધારાસભ્યની માંગ

નડિયાદ અમદાવાદી બજારમાં આવેલ જર્જરિત પુુરુષોત્તમ બિલ્ડીંગમાંથી પોપડા ખરતા લોકોમાં દહેશત

કઠલાલ નગર પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ૨૯મી સપ્ટેમ્બરે પુન: ચૂંટણી

નાટકીય અંત : કઠલાલ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખનો હોદ્દો ધારણ કર્યાના થોડા દિવસોમાં જ રાજીનામા ધરી દીધા

નડિયાદ તાલુકાના વીણાનું શીરો તળાવ ઓવરફલો થતા હજારો વીઘા પાક બોરાણમાં

ખેડા જિલ્લામાં ૩ નદીઓ ગાંડીતૂર બનતા કાંઠા વિસ્તારના ગામોમાં બીજા દિવસે સ્થિતિ યથાવત

ડાકોર : વેલકમ પાટીયાના બ્રિજમાં ગાબડું પડતા સળિયા બહાર નીકળ્યા, દુર્ઘટના સર્જાશેની ભીતિ