Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કર્ણાટક બાદ હવે તામિલનાડુમાં અમૂલનો વિવાદ
સીએમ સ્ટાલિને દૂધની ખરીદી રોકવા કેન્દ્રને લખ્યો પત્ર
અમૂલનું કૃત્ય તામિલનાડુ એવિનના દૂધ શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે, જે દાયકાઓથી સાચી સહકારી ભાવનાથી પોષવામાં આવે છે
27/05/2023 00:05 AM Send-Mail
કર્ણાટકમાં અમૂલ વર્સીસ નંદિની દૂધ વિવાદ બાદ હવે ગુજરાત સ્થિત સહકારી મંડળી દક્ષિણના રાજ્યમાંથી દૂધ ખરીદવાના પોતાના પગલાના કારણે તમિલનાડુમાં વિરોધનો સામનો કરી રહી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું છે કે, કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ)ને તમિલનાડુમાંથી દૂધ ખરીદવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમૂલને કર્ણાટકમાં તાજુ દૂધ વેચવાના તેના પગલાના વિરોધનો સામનો કરવો પડયો હતો.

સ્ટાલિને જણાવ્યું હતું કે, અમૂલ જે તમિલનાડુમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે, તે હવે તેના બહુ રાજ્ય સહકારી લાઈસન્સનો ઉપયોગ કરીને કૃષ્ણાગિરી જિલ્લામાં ચિલિંગ કેન્દ્રો અને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. કૃષ્ણાગિરી, ધર્મપુરી, વેલ્લોર, રાનીપેટ, તિરુપથુર, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓમાંથી પણ દૂધ મેળવવાનું આયોજન કરી રહ્યું છે. અમૂલનું કૃત્ય તમિલનાડુ એવિનના દૂધ શેડ વિસ્તારનું ઉલ્લંઘન કરે છે. જે દાયકાઓથી સાચી સહકારી ભાવનાથી પોષવામાં આવે છે. સ્ટાલિને અમિત શાહને યાદ અપાવતા કહ્યું કે, સહકારી સંસ્થાઓએ એકબીજાના વિસ્તારમાં હસ્તક્ષેપ કર્યા વગર તેમનો વિકાસ થાય એવો આદર્શ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આ પ્રકારની ક્રોસ પ્રોકયોરમેન્ટ ઓપરેશન વ્હાઈટ ફ્લડની ભાવનાઓ ની વિરુદ્ઘ છે અને દેશમાં દૂધની અછતની સ્થિતિને જોતા ગ્રાહકો માટે સમસ્યાઓમાં વધારો કરશે, એવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સરકારી આંકડાઓ દર્શાવે છે કે, એવિન પ્રતિ દિવસ લગભગ ૪.૫ લાખ સભ્યો અને ડેરી ખેડૂતો પાસેથી લગભગ ૩૫ લિટર દૂધ મેળવે છે. આ તમિલનાડુમાં દરરોજ ઉત્પાદિત કુલ દૂધ (૨.૪ કરોડ લિટર)ના માત્ર ૧૪ ટકા છે. તમિલનાડુના ભાજપ યુનિટના પ્રમુખ કે અન્નામલાઈએ કહ્યું કે, સ્ટાલિનનો પત્ર એક ડાયવર્ઝન ડ્રામા છે. એવિનનું દૈનિક દૂધ પ્રાપ્તિનું સ્તર ઘટીને ૨૧ લાખ લિટર થઈ ગયું છે અને તેને સુધારવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી.

ચૂંટણી પંચને બૂથ વાઇઝ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ ન આપી શકીએ : સુપ્રીમ કોર્ટ

મને કેટલા દિવસ જેલમાં રાખવો પડશે તેનો જવાબ ફક્ત વડાપ્રધાન જ આપી શકે: કેજરીવાલ

દિલ્હી : નર્મદા બચાવો આંદોલનના નેતા મેઘા પાટકર માનહાનિના કેસમાં દોષિત જાહેર

જમ્મુ-કાશ્મીર : વિદ્યાર્થીને જાણી જોઈને નાપાસ કરનાર યુનિવર્સીટીને એક લાખ વળતર તરીકે ચૂકવવા આદેશ

બેંગલુરુમાં ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં સામેલ ૧૦૩માંથી ૮૬ લોકોએ ડ્રગ્સ લીધુ હતું

લોકસભા ચૂંટણીમાં પુરુષની સરખામણીએ મહિલાઓ મતદાનમાં આગળ : ચૂંટણી પંચ

હું ભાગેડુ નથી, મારો પાસપોર્ટ સસ્પેન્ડ હોવાથી હું ભારત પરત ફરી શકતો નથી : મેહુલ ચોકસી

જો સરહદો વધુ સુરિક્ષત અને સ્પષ્ટ હોત તો ભારત વધુ ઝડપથી આગળ વધ્યું હોત : એનએસએ ડોભાલ