Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
કુનો પાર્કમાં ચિત્તાઓના મોત બાદ સરકાર એક્શનમાં પ્રોજેક્ટની દેખરેખ માટે કમિટીની રચના
૨૦ ચિત્તામાંથી ૩ મૃત્યુ પામ્યા, હવે ૧૭ પુખ્ત અને ૧ બચ્ચું જ જીવિત
27/05/2023 00:05 AM Send-Mail
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ત્રણ માદા ચિત્તાના બચ્ચાના મોત બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. હવે ચિત્તા સંબંધિત કોઈપણ નિર્ણય આ સમિતિના સભ્યોની સંમતિથી જ લેવામાં આવશે. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ૨૦ ચિત્તાઓને બે તબક્કામાં નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યા હતા અને અહીં સ્થાયી કરાયા હતા. હવે તેમાંથી ૧૭ પુખ્ત ચિત્તા અને ૧ બચ્ચું જ જીવિત છે.

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) એ મધ્યપ્રદેશ સરકારના અન્ડર ચીફ સેક્રેટરી (એસીએસ) સાથેની બેઠકમાં ચિત્તા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. સમિતિ/ટાસ્ક ફોર્સમાં વિવિધ વન્યજીવ સંસ્થાઓના સભ્યો, અધિકારીઓ અથવા ભૂતપૂર્વ અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને અન્ય સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થશે. ટાસ્ક ફોર્સની જવાબદારીઓ નીચે પ્રમાણે રહેશે.મધ્યપ્રદેશ વન વિભાગ અને એનટીસીએને ચિત્તાઓની પ્રગતિ, દેખરેખ અને તેમની સાથે જોડાયેલી સલાહ આપશે.

ઇકો-ટૂરિઝમ માટે ચિત્તાના નિવાસસ્થાન ખોલવા અને આ સંદર્ભે નિયમો સૂચવવા.સમુદાય ઈન્ટરફેસ પર સૂચનો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી.સંચાલન સમિતિનો કાર્યકાળ બે વર્ષનો રહેશે અને જો જરૃરી હોય તો ક્ષેત્રની મુલાકાતો ઉપરાંત દર મહિને ઓછામાં ઓછી એક બેઠક યોજશે. જો જરૃરી હોય તો સમિતિ કોઈપણ નિષ્ણાતને સલાહ માટે આમંત્રિત કરી શકે છે.આંતરરાષ્ટ્રીય ચિત્તા નિષ્ણાતોની પેનલની સલાહ લેવામાં આવશે અથવા ચોક્કસ જરૃરિયાત મુજબ સલાહ માટે ભારતમાં આમંત્રિત કરવામાં આવશે. એનટીસીએ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આ સમિતિની કામગીરીને સરળ બનાવશે.બિન-સત્તાવાર સભ્યો માટે મુસાફરી ખર્ચ અને અન્ય આકસ્મિકતા વર્તમાન નિયમો અનુસાર એનટીસીએ દ્વારા ઉઠાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં કુનો નેશનલ પાર્કમાંથી ૩ ચિત્તાના મોત થયા છે. સિયાયા (જ્વાલા) ચિત્તાએ ૨૪ માર્ચે ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો, પરંતુ અત્યાર સુધીમાં આમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે જ્યારે એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હવે કુનો પાર્કમાં ૧૭ પુખ્ત ચિત્તા અને ૧ બચ્ચું છે. વન્યજીવ નિષ્ણાંતોએ પણ વારંવાર થતા મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

એશિયન ગેમ્સ : ફાઇનલમાં શ્રીલંકાને ૧૯ રને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

ભારત ડ્રોન શકિત : સી-૨૯૫ એરક્રાફટ ભારતીય વાયુસેનામાં સામેલ, રક્ષા મંત્રીએ સોંપી ચાવી

મુંબઇમાં દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ લગાવવું જરૂરી, સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો

પન્નુ માત્ર ખાલિસ્તાન જ નહીં ઉર્દૂસ્તાન પણ બનાવવા માંગે છે, નવા ડોઝિયરમાં ષડયંત્રનો ખુલાસો

લેન્ડર-રોવરના સંપર્કની નહિવત્ શક્યતાથી ચંદ્રયાન-૩ની સફળતાના અંતની શક્યતા

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે

કેરળમાં ભારતીય સેનાના જવાન પર હૂમલો, હાથ-પગ બાંધી પીઠ પર લખ્યું પીએફઆઇ

કેનેડા : હિટલરનું સમર્થન કરનારા પૂર્વ સૈનિકનું સંસદમાં સન્માન કરાયા બાદ સ્પીકરે માંગી માફી