Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
જૂના સિક્કા-નોટોનું કલેક્શન કરનારા માટે મહત્વપૂર્ણ સમાચાર
ચલણી જૂના સિક્કા-નોટોની હરાજીમાં આરબીઆઈની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા
આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરાય છે
27/05/2023 00:05 AM Send-Mail
જો તમે પણ જૂના સિક્કા, નોટોનું કલેક્શન કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજકાલ બજારમાં જૂની નોટો અને સિક્કાઓની હરાજી થઈ રહી છે. આ નોટોની દરરોજ ઓનલાઈન માર્કેટમાં હરાજી થઈ રહી છે. ધીરે ધીરે આ નોટોની હરાજી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ જોઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ લોકોને ચેતવણી આપી છે.

આરબીઆઈએ પહેલા જ કહ્યું છે કે જૂના સિક્કા કે નોટોને લગતા સમાચાર ફક્ત કેન્દ્રીય બેક્નના હવાલાથી જ આવે છે. જ્યારે આરબીઆઈની આવી કોઈપણ હરાજી કે વેચાણમાં કોઈ ભૂમિકા નથી. જો તમે જૂની નોટો અથવા સિક્કા વેચવા માંગતા હોવ તો તમારે પણ આરબીઆઈની ગાઈડલાઈન્સ વાંચી લેવી જોઈએ. આરબીઆઈએ જણાવ્યું કે આવા ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોને છેતરવાની આ એક રીત છે. આ રીતે લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારે આ પ્રકારની છેતરપિંડીથી હંમેશા સાવચેત રહેવું જોઈએ. આવા ઘણા મામલા આરબીઆઈના ધ્યાન પર આવ્યા છે, જેમાં આરબીઆઈના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરવામાં આવે છે. લોકોનો દાવો છે કે જો તેઓ જૂની નોટો વેચશે તો તેમને લાખો રૃપિયા મળશે. આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિઓમાં આરબીઆઈ સામેલ નથી.

આરબીઆઈએ ખુલાસો કર્યો છે કે આરબીઆઈ ન તો આવી કોઈ બાબતોમાં સામેલ છે અને ન તો તેના વતી આવી કોઈ ડીલ કરવામાં આવે છે. આ ફક્ત લોકોનો વિશ્વાસ જીતવાની માત્ર એક રીત છે. લોકો આરબીઆઈ પર વિશ્વાસ કરે છે, તેના કારણે તેઓ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બને છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ કોઈ પણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિને આવી ટ્રાન્ઝેક્શન ફી લેવા માટે અધિકૃત કર્યા નથી. લોકોએ આ પ્રકારની છેતરપિંડીથી બચવું જોઈએ. જો તમે કયારેય આવી કોઈ જાહેરાત જુઓ છો, તો તમે તેના વિશે સાયબર સેલને જાણ કરી શકો છો. જો શકય હશે તો આવા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરવાનગી વિના જાહેર સભાઓને અટકાવતી BNSની કલમ ૧૬૩ લોકશાહી પર ડાઘ છે : સોનમ વાંગચુક

લોરેન્સે દાઉદની ‘ડી કંપની’ જેવી બિશ્નોઈ ગેંગ બનાવી

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ૩ કરોડ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સ ૬૮૦૦૦ ડોલરની ખંડણી માંગી

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને તેમના પરિવારે કર્ણાટક સરકારને વિવાદિત જમીન પાછી આપી

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી, યુપી-હરિયાણાના શૂટર્સ હત્યામાં સામેલ

માર્કેટમાં સફરજન કરતા પણ મોંઘા થયાં ટામેટા

હરદીપસિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ: કોંગ્રેસ