Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
ટેક્નોલોજી કેવી રીતે બદલાઈ છે તેનું સચોટ ઉદાહરણ
માનવ મગજને નિયંત્રણ કરી શકે એવી ચિપ્સ લગાવાશે
મસ્કની કંપનીને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી
27/05/2023 00:05 AM Send-Mail
ંટેક્નોલોજી કેવી રીતે બદલાઈ રહી છે તેનું સૌથી સચોટ ઉદાહરણ એલોન મસ્કની કંપની ન્યુરાલિંક છે.હા, કારણ કે, માનવીએ ચંદ્ર પર પગ મુકયો ત્યારથી લઇને માનવીની સરળતા રહે તેવા સાધનો પણ વિકસતા રહ્યાં છે. એલોન મસ્કની કંપની માનવીના દિમાગને પણ કંટ્રોલ કરી શકે તેના પ્રયાસોમાં હતી.

આ કંપની મનુષ્યના મગજમાં એક કોમ્પ્યુટર ચિપ લગાવશે, જેની મદદથી માનવ મગજને કંટ્રોલ કરી શકાશે અને તેને કોમ્પ્યુટર સાથે દિમાગ સીધુ જોડવામાં આવશે. મસ્કની કંપનીને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ચિપ કઇ રીતે કાર્ય કરે છે અને તેનાથી શું શું કરી શકાય છે તેના માટે મનુષ્યોમાં ચિપ્સ મૂકીને ન્યુરાલિંક ટેક્નોલોજીનું પરીક્ષણ કરવામાં આવશે. જેના માટે જે લોકો આ પરિક્ષણમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા લોકોને જ ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવશે.

આ માટે કંપની એક ફોર્મ બહાર પાડશે જે રસ ધરાવતા લોકો ભરી શકે છે અને આ ટ્રાયલનો ભાગ બની શકે છે. આ ટ્રાયલ માટે હજુ સુધી ભરતી પ્રક્રિયા શરૃ થઈ નથી. જો તમને ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો આ એક માઈક્રો ચિપ હશે એટલે કે એક નાનકડી એઆઈ ચિપ જે માનવ મનને વાંચી શકશે અને તેની મદદથી વિકલાંગ લોકોની સારવાર કરી શકાશે. આ ચિપની મદદથી ઘણી બીમારીઓને સમયસર ઓળખી પણ શકાય છે અને તેનો ઈલાજ પણ સરળ રીતે સમયસર કરી શકાશે. આ ન્યુરાલિંક ચિપ કોમ્પ્યુટર સાથે જોડાયેલ હશે અને વ્યક્તિ બોલ્યા વગર પણ કોમ્પ્યુટર અને મોબાઈલ પર કામ કરી શકશે. એટલે કે ચિપ તમારું મન વાંચશે અને બધી ક્રિયાઓ બોલ્યા વગર થતી રહેશે. ન્યુરાલિંક ચિપ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ લકવો, અંધત્વ, યાદશક્તિમાં ઘટાડો અને ન્યુરો સંબંધિત રોગોથી પીડિત છે. આ ચિપ કઈ રીતે દિમાગને ઓપરેટ કરશે અને શું શું વધુ કરી શકે છે, આ ટેક્નોલોજી વિશે વધુ માહિતી આવનારા સમયમાં જ જાણી શકાશે. પરંતુ હાલમાં, મસ્કની કંપનીને યુએસએફડીએનું અપ્રુવલ મળી ચૂકયું છે, જેનો અર્થ છે કે,હુમન ટ્રાયલ થશે. યુએસએફડીએએ મસ્કની કંપની ન્યુરાલિંકને માનવીય પરીક્ષણો હાથ ધરતા પહેલા તમામ સાવચેતીઓ ધ્યાનમાં રાખવા માટે કહ્યું છે, જેથી કરીને કોઈ ચૂક ન થાય. એલોન મસ્કે પોતે કહ્યું છે કે, માનવીય પરીક્ષણો હાથ ધરતા પહેલા, કંપની આ વિષયમાં સંપૂર્ણ માહિતી એકત્રિત કરશે અને સંશોધન કરશે અને પછી કેટલાક જુરુરી પગલાં લેશે.

એશિયન ગેમ્સ : ફાઇનલમાં શ્રીલંકાને ૧૯ રને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

ભારત ડ્રોન શકિત : સી-૨૯૫ એરક્રાફટ ભારતીય વાયુસેનામાં સામેલ, રક્ષા મંત્રીએ સોંપી ચાવી

મુંબઇમાં દુકાનદારોને મરાઠી સાઇનબોર્ડ લગાવવું જરૂરી, સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો

પન્નુ માત્ર ખાલિસ્તાન જ નહીં ઉર્દૂસ્તાન પણ બનાવવા માંગે છે, નવા ડોઝિયરમાં ષડયંત્રનો ખુલાસો

લેન્ડર-રોવરના સંપર્કની નહિવત્ શક્યતાથી ચંદ્રયાન-૩ની સફળતાના અંતની શક્યતા

રાહુલ ગાંધી વાયનાડ નહીં હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે

કેરળમાં ભારતીય સેનાના જવાન પર હૂમલો, હાથ-પગ બાંધી પીઠ પર લખ્યું પીએફઆઇ

કેનેડા : હિટલરનું સમર્થન કરનારા પૂર્વ સૈનિકનું સંસદમાં સન્માન કરાયા બાદ સ્પીકરે માંગી માફી