ખંભાત પંથકની તાડફળીની રાજ્યભરમાં નિકાસ
તાડફળીના વ્યવસાયથી ૨૫૦ ખેડૂતો તથા ૮૦૦થી વધુ કારીગરોને મળતી રોજીરોટી
ગુણવત્તાને કારણે માંગમાં વધારો
ખંભાતના ચિરાગ રાજપૂતના જણાવ્યા મુજબ તાડના વૃક્ષ ઉપરથી મળતી તાડફળી ઉત્તમ કવાલિટીની અને ઉનાળાની લૂ વરસાવતી ગરમીમાં આરોગ્યપ્રદ હોય છે. તાડફળીની વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, આણંદ, નડિયાદ, ભાવનગરમાં મોટાપાયે નિકાસ થાય છે. ગુણવત્તાને કારણે તેની માંગમાં સતત વધારો થાય છે.
તાડફળીની સીઝન એક જ માસ રહે છે
તાડફળીનું ફળ સમગ્ર વર્ષ દરમિયાન માત્ર ૨૨ થી ૨૪ દિવસ સુધી જ મેળવી શકાય એટલે કે સીઝન માત્ર ૧ મહિનાની ગણી શકાય. પછી એક વર્ષની લાંબી રાહ જોવી પડે છે.
ધંધા સાથે સંકળાયેલા પરિવારના સભ્યો ૧ મિનિટમાં ૩૦ તાડફળ કાપી શકે
કોથળીઓમાં પેક સામાન્ય દેખાતી દરેક તાડફળીને કાઢવા માટે જબરદસ્ત જહેમત કરવી પડે છે. હકીકતે મોટી સાઈઝના ભુઠ્ઠા જેવા તાડફળ હોય છે. તેને ઝાડ ઉપરથી ઉતારી બાદમાં લીલા નારિયેળની જેમ છોલવું પડે છે. અંદર ત્રણ તાડફળી 'પેક' હાલતમાં હોય છે. જેને ચાકુ વડે બહાર કાઢવું પડે છે. જેઓને અભ્યાસ નથી તેઓને એક તાડફળમાથંી કાઢતા લગભગ ૧૦ મિનિટનો સમય લાગે. પરંતુ પેઢી દર પેઢી આ ધંધા સાથે સંકળાયેલા પરિવારના સભ્યો એક મિનિટમાં ૩૦ તાડફળ કાપી શકે છે !
કોથળીઓમાં પેક સામાન્ય દેખાતી દરેક તાડફળીને કાઢવા માટે જબરદસ્ત જહેમત કરવી પડે છે. હકીકતે મોટી સાઈઝના ભુઠ્ઠા જેવા તાડફળ હોય છે. તેને ઝાડ ઉપરથી ઉતારી બાદમાં લીલા નારિયેળની જેમ છોલવું પડે છે. અંદર ત્રણ તાડફળી 'પેક' હાલતમાં હોય છે. જેને ચાકુ વડે બહાર કાઢવું પડે છે. જેઓને અભ્યાસ નથી તેઓને એક તાડફળમાથંી કાઢતા લગભગ ૧૦ મિનિટનો સમય લાગે. પરંતુ પેઢી દર પેઢી આ ધંધા સાથે સંકળાયેલા પરિવારના સભ્યો એક મિનિટમાં ૩૦ તાડફળ કાપી શકે છે !
ગગનચૂંબી તાડના વૃક્ષ ખૂબ ઉંચા અને સીધા હોય છે. જેની ઊંચાઈએ લાગેલ તાડફળને ઉતારવા જીવનું જોખમ ખેડવું પડે છે. પરંતુ ધંધા સાથે સંકળાયેલા યુવાનો વહેલી સવારે આગવી ટેકિનકથી ઝડપથી ગગનચુંબી તાડના વૃક્ષ પર ચડી જાય છે અને તાડફળને કાપીને ધરતી તરફ મોકલે છે. એક તાડના વૃક્ષ પર ચડી તાડફળોના ઝૂમખાં ઉતારી આપવાની મજૂરી પેટે રૂા. ૧૫૦ની કમાણી શ્રમિક કરી લે છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતી તાડફળી ખંભાત પંથકમાં મોટાપાયે થાય છે અને તેની રાજ્યભરમાં નિકાસ કરવામાં આવે છે. ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાત ગ્રામ્યની આગવી શોભા છે. તાલુકાના નેજા પાસે ૯૦ એકર જમીનમાં તથા ઝાલાપુર ગામમાં ૨૦ એકર જમીનમાં વિસ્તારેલ ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાતના ખેડૂતો માટે ઉપલક આવકનું સાધન બન્યા છે. ઉનાળાની વહેલી સવારે પાણીદાર તાડફળી ફળનું વેચાણ કરી સારી એવી આવક ખેડૂતો રળી રહ્યા છે. જેઓની સાથોસાથ તાડફળી ઉતારવા સહિતની કામગીરીમાં જોડાયેલા કારીગરો પણ આવક મેળવીને રોજીરોટી પ્રાપ્ત કરી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતોપકારી ગણાતી તાડફળીનું બજારમાં આગમન થઈ ગયું છે. દરિયાકાંઠાની માત્રને માત્ર ફળદ્રુપ, કાંપવાળી તથા સતત પાણી મળી રહે તેવી જમીનમાં તાડના વૃક્ષો ઊગે છે.ખંભાતમાં તાડફળીના વ્યવસાય સાથે સંકળાયેલ જીતુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અત્રેના સીમ વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુ તાડના વૃક્ષો છે. આ વૃક્ષોમાંથી સવારે તાડી રસ ઉપરાંત હાલ ઉનાળો હોઈ તાડફળીનું મોટાપાયે વેચાણ ચરોતર ઉપરાંત અન્ય જિલ્લામાં થાય છે.
ખંભાતના નેજા સીમ વિસ્તારમાં વિસ્તારેલ તાડના વૃક્ષોમાંથી ૨૫૦ જેટલા ખેડૂત, ૧૫૦ જેટલા વેપારી તથા ૮૦૦ થી વધુ કારીગર, મજૂરો, છુટક વેચાણકારોને તાડફળીમાંથી રોજીરોટી મળે છે. બારેમાસ પંથકની શોભા વધારતા વૃક્ષોમાંથી નીકળતી તાડીનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.