Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કપડવંજ : સમયસર માહિતી ન આપનાર પ્રાદેશિક કચેરીના ચીફ ઓફિસરને ૪ હજારનો દંડ
અરજદારે પાલિકાની મિલ્કતોના ભાડા-વેચાણની માહિતી માંગી હતી
27/05/2023 00:05 AM Send-Mail
કપડવંજમાં પાલિકાની મિલકતોના ભાડા અને વેચાણની માહિતી સમયસર ન આપનાર પ્રાદેશિક કમિશનર કચેરીના ચીફ ઓફિસરને રૂા. ૪ હજારનો દંડ કરવામાં આવ્યો છે.મળતી વિગતોમા કપડવંજ નગરપાલિકાની મિલકત ભાડે તેમજ દસ્તાવેજથી વેચાણ કરી હોવાની અરજદારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. જેમાં પાલિકાની દુકાનોના કોમ્પલેક્ષના નકશા પણ કલેક્ટર દ્વારા મંજુર કરાવ્યા ન હોવાથી ભવિષ્યમાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ ફરિયાદના અનુસંધાનમાંં કલેક્ટર-ખેડા દ્વારા તા. ૬ ડિસે.ર૦૨૧ ના રોજ પ્રાદેશિક કમિશ્નરની કચેરીપ અમદાવાદને કાર્યવાહી કરવા જણાવેલ હતું. આ ફરિયાદ બાબતે અરજદાર મનુભાઈ રામાભાઈ પટેલ દ્વારા તા. ૧૦ જાન્યુઆરી ,૨૦૨૨ ના રોજ આરટીઆઈથી પ્રાદેશિક કમિશ્નરની કચેરી,અમદાવાદ પાસે માહિતી માંગવામાં આવી હતી.

જેમાં નિયત સમયમાં માહિતી ન મળતા અરજદારે માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં માહિતી આયોગ દ્વારા અલગ અલગ તારીખે સુનાવણી પૂર્ણ કરતા તા. ૧૯ મે,ર૦૨૩ ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં એસ.કે.કટારા (જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓની કચેરી, અમદાવાદ ઝોન)ને રૂા. ૪૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો. તેઓએ દંડ ભર્યા અંગેની ચલણ પહોંચ પણ દિન -૩૦ માં આયોગમાં જમા કરાવવાની રહેશે તેમ પણ જણાવાયું હતું.