Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
બીલપાડ: આડા સંબંધના વહેમમાં બોથડ પદાર્થના ફટકા મારીને યુવાનની કરપીણ હત્યા
ભરતભાઈ પઢિયારે પોતાની પત્ની મીનાબેન સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખીને મિત્ર ગણપતભાઈને બન્ને પગે, બરડા, થાપા સહિત આખા શરીરે લાકડાના ડંડા કે બોથડ પદાર્થથી માર મારતાં મોત નીપજ્યું
27/05/2023 00:05 AM Send-Mail
મલ્ટીપલ ઈન્જરીના કારણે મોત થયાનો પીએમ રીપોર્ટમાં ખુલાસો
આંકલાવ પોલીસના જણાવ્યા અનુસાર ગણપતભાઈને બેહરમીપુર્વક લાકડાના ડંડા કે પછી કોઈ બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો હતો. જેને લઈને શરીરના ભાગે ચાઠા પણ પડી જવા પામ્યા હતા. લાશનું પીએમ કરાવતા મલ્ટીપલ ઈન્જરીના કારણે મોત થયાનો ખુલાસો થવા પામ્યો હતો. હત્યામાં એકલો ભરત સામેલ છે કે પછી બીજુ કોઈ પણ સંડોવાયું છે તેને લઈને પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે

મરનાર અને મારનાર બન્ને પરિણીત
હત્યાનો ભોગ બનેલા ગણપતભાઈ પોતાની પત્ની સરોજબેન અને ૧૧ વર્ષીય પુત્રી વિષ્ણુ સાથે રહેતો હતો અને ખેત મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની સરોજબેન છેલ્લા ત્રણેક દિવસથી પોતાના પિયર મોટી સંખ્યાડ ગઈ હતી. જેને લઈને ત્રણેક દિવસથી સતત ગણપતભાઈ મિત્ર ભરતભાઈને ઘરે જ જમતો હતો અને ત્યાં જ રોકાતો હતો. જેને લઈને ભરતભાઈને આડા સંબંધના વહેમની પાક્કી શંકા થઈ જતા આખરે આવેશમાં તેણે ગઈકાલે ગણપતભાઈને જમવા માટે બોલાવીને બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આંકલાવ તાલુકાના બીલપાડ ગામે આવેલી ડાભીયા વગા સીમમાં ગઈકાલે રાત્રીના સુમારે પત્ની સાથે પોતાનો મિત્ર આડો સંબંધ ધરાવતો હોવાનો વહેમ રાખીને લાકડાના ડંડા કે બોથડ પદાર્થના અસંખ્ય ફટકા મારીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલપાડ ગામે રહેતા ફરિયાદી મણીભાઈ ઉર્ફે બકો મગનભાઈ પઢિયારનું ડાભીયા વગા સીમમાં ખેતર આવેલું છે. જેમાં હાલમાં ઘીલોડીનો પાક કર્યો છે. તેમના ખેતરની નજીકમાં જ મહેશભાઈ મગનભાઈ પઢિયારનું ખેતર આવેલું છે. જે તેમનો ભાણીયો ભરતભાઈ મોહનભાઈ પઢિયાર ખેડતો હતો અને તેણે બાજરીનો પાક લીધો છે. ખેતરના શેઢા ઉપર જ ભરતભાઈ પોતાની પત્ની મીનાબેન સાથે રહેતો હતો. દરમ્યાન મણીભાઈના નાના ભાઈ ગણપતભાઈને ભરતભાઈ સાથે મિત્રતા બંધાતા ગણપતભાઈ ઘણી વખત રાત્રીના સુમારે ભરતભાઈના ઘરે જ જમતો હતો.

ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે ગણપતભાઈ ભરતભાઈને ઘરે જવ છુ અને ત્યાં જ જમી લઈશ તેમ જણાવીને નીકળ્યો હતો. ત્યારબાદ મોડીરાત સુધી પરત આવ્યો નહોતો. જેથી તે ભરતભાઈના ઘરે રોકાયો હશે તેમ માનીને તેની શોધખોળ કરી નહોતી. પરંતુ સવારના સુમારે ખેતરમાંથી ગણપતભાઈની લાશ મળી આવી હતી. તપાસ કરતા ગણપતભાઈને બન્ને હાથે-પગે, બરડામાં, થાપામાં તેમજ શરીરના ભાગે લાકડાના ડંડા કે પછી બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. નાકમાંથી લોહી પણ નીકળતુ હતુ. તેના મિત્ર ભરતની તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. ઘટનાની જાણ આંકલાવ પોલીસને કરતા પોલીસ આવી પહોંચી હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ભરતભાઈ પઢિયારને છેલ્લા કેટલાક સમયથી એવો વહેમ ભરાઈ ગયો હતો કે, તેની પત્ની મીનાબેન સાથે ગણપતભાઈને આડો સંબંધ છે જેને લઈને તે તેના ઘરે મિત્રતાનું બહાનુ કાઢીને આવે છે અને રોકાય છે. આડા સંબંધના વહેમમાં જ ભરતભાઈ પઢિયારે તેની કરપીણ હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગતા જ આ અંગે આંકલાવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ભરતભાઈ પઢિયારની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન તે મળી આવતાં તેને રાઉન્ડ અપ કરીને પુછપરછનો દોર હાથ ધર્યો છે. આવતીકાલ સવાર સુધીમાં હત્યાનું સચોટ કારણ બહાર આવી જશે તેમ મનાઈ રહ્યું છે.

બોરસદ શહેરમાં ધોળા દિવસે માત્ર ૩૦ જ મિનિટમાં ઈકો કાર સાથે રૂા.૪૦ હજારની રોકડની ચોરી

આણંદના શાસ્ત્રી બાગ પાસે વિદ્યાર્થીઓના ઝઘડામાં લારીવાળાઓએ વઘાસીના યુવાનને માર મારતાં ફરિયાદ

લાંભવેલમાં રીક્ષા બોલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીમાં બેને ઈજા

તારાપુર : સુપરટેક એગ્રો ગ્રેન્સ પ્રા.લિ.એ લોન નહીં ભરીને ૧૧.પ કરોડની ઠગાઇ કર્યાની ગાંધીનગર સીબીઆઇમાં ફરિયાદ

ચિખોદરાના કટારિયા શો-રૂમમાંથી ૧૨.૯૩ લાખની થયેલી ચોરીમાં બે ભાઈઓ દાહોદથી ઝડપાયા

વાસદ પાસેથી વિદેશી દારૂની ૧૫૬ બોટલો ભરેલી ટેમ્પી સાથે ચાલક ઝડપાયો

કરમસદના શખ્સની પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે અટલાદરાની મહિલા સાથે રૂા.૮૦ હજારની છેતરપિંડી

આણંદ અને તાપી જિલ્લાના લૂંટ, ઘરફોડ ચોરીના ૯ ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો