Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :
મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે બાજરીની ટેકાના ભાવથી નીચા ભાવે લેવાલી
સરકારે બાજરીના ટેકાનો ભાવ ક્વિન્ટલના રૂા. ૨૩૫૦ જાહેર કર્યો છે
28/05/2023 00:05 AM Send-Mail
મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે તારાપુર બજાર સમિતિમાં નવી બાજરીની રૂ. ૪૦૦થી નીચેની કિંમતે લેવાલી થતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ ખેડૂતોને ના મળે તો આગામી વર્ષમાં બાજરીની ખેતી વધવાના બદલે ઘટે તેવી સ્થિતિ ઉદ્ભવશેની સંભાવનાને નકારી શકાતી નથી.

મકાઈ, જુવાર, બાજરી, રાગી, બંટી વગેરે મિલેટ્સ ધાનનો વપરાશ અને ઉત્પાદન વધે તે દિશામાં ભારત સરકાર પ્રયાસ કરી રહી છે. તેના ભાગરૂપે મિલેટ્સ વર્ષની ઉજવણી કરવાનું અને મિલેટ્સ ધાનમાં સમાવેશ ધાન્ય પાકોનો વધુ ભાવ આપવાનો અને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લીધો છે. આણંદ જિલ્લામાં પણ બાજરીની ટેકાના ભાવે ખરીદ જૂનથી કરવામાં આવનાર છે પરંતુ હાલમાં માર્કેટ યાર્ડમાં સરકારે જાહેર કરેલ ટેકાના ભાવથી ઘણા નીચા ભાવે બાજરીની લેવાલી થઈ રહી છે. જેમાં ગતરોજ શુક્રવારે તારાપુર બજાર સમિતિમાં નવી બાજરીની લેવાલી ૨૦ કિ.ગ્રા.ના ૩૬૦ થી ૩૯૧માં થઈ હતી. જ્યારે ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રૂ. ૩૮૦થી ૪૬૭માં બાજરીની લેવાલી થઈ હતી. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મુજબ ૨૦ કિ.ગ્રા. બાજરીનો ભાવ ૪૭૦ થાય અને ક્વિન્ટલે રૂ. ૩૦૦નું બોનસ ગણીએ તો ૨૦ કિ.ગ્રા. બાજરી રૂા. ૫૩૦ માં પડે પરંતુ તેની જગ્યાએ હાલમાં વેપારીઓ દ્વારા હરાજીમાં વધુમાં વધુ બાજરીનો ભાવ રૂા. ૪૬૭ અપાય છે.

બાજરી ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા ૧ જૂનથી શરૂ થાય ત્યાં સુધીમાં જે ખેડૂતો પાસે પાક સંગ્રહ માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, તેવા ખેડૂતો ચોમાસાના પ્રથમ વરસાદ પહેલાં જ ખેતીપાકોને કાપી વેચાણ કરી દેવાની વેતરણમાં છે. જેને લઈને નાનાં ખેડૂતોને મિલેટ્સ વર્ષ નિમિત્તે કરાયેલ ભાવ વધારાનો લાભ મળવાની સંભાવના ઘણી જ ઓછી છે. પરંતુ પાક સંગ્રહની વ્યવસ્થા હોય તેવા ખેડૂતો ભાવ વધારાનો લાભ મેળવી શકશે.

વિદ્યાનગર : સાત દિવસનું આતિથ્ય માણીને શ્રીજીને ભાવિકજનો દ્વારા ભાવભરી વિદાય

આણંદ જિલ્લાના પ૮ હજાર ખેડૂતોના ઈ-કેવાયસી બાકી

આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા પ્રવીણ ચૌધરી

આણંદમાં અનેક સ્થળોએ મૂળમાંથી ખવાઇ ગયેલ વૃક્ષો ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં

બોરસદ તા.પં.ની સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચનાનું કામ મોકૂફ રખાયું

અંગાડી : મૃતકે હોસ્પિટલમાં સારવાર લીધાનું પૂરવાર થતું હોવાથી વારસદારોને વ્યાજ સહિત વીમાની રકમ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ

પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીના સાંનિધ્યમાં આવતીકાલથી અલૌકિક ચોર્યાસી કોસ વ્રજયાત્રા - લીલી પરિક્રમા

વિદ્યાનગરની ૧૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓને આવતીકાલે અપાશે ભાવભીની વિદાય